રાશિફળસ્પેશિયલ ફિચર્સ

Astrology: રચાઈ રહ્યો છે ત્રિગ્રહી યોગ, પાંચ રાશિના જાતકો માટે શરુ થઈ રહ્યો છે

2024નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અનેક મોટા મોટા ગ્રહો ગોચર કરી રહ્યા છે અને એને કારણે અલગ અલગ શુભ-અશુભ યોગ બની રહ્યા છે. આજે આપણે અહીં આવા જ એક યોગ વિશે વાત કરવાના છીએ જે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં બની રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ અને કયા કયા ગ્રહની યુતિ થવા જઈ રહી છે.

જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં જ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે અઠવાડિયાની શરૂઆતમાં જ બુધ ધન રાશિમાં ગોચર કર્યું છે અને ધન રાશિમાં પહેલાં જ મંગળ અને સૂર્ય બિરાજમાન છે. બુધ, મંગળ અને સૂર્યની યુતિને કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વૃષભ, સિંહ સહિત પાંચ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબહ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને કરિયરમાં સારી સારી તક મળી રહી છે અને એની સાથે સાથે જ પૈતૃક સંપત્તિનો લાભ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે.


વૃષભઃ

વૃષભ રાશિના લોકો માટે આ યોગ શુભ અને સૌભાગ્ય લઈને આવી રહ્યું છે. કામના સ્થળે આ રાશિના લોકોને સારા પરિણામો મળી રહ્યા છે. પરિવાર અને બહારના લોકોનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. નોકરિયાત વર્ગના લોકો માટે આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. અઠવાડિયાની વચ્ચે જ તમારે કોઈ લાંબી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે અને આ મુસાફરીને ફાયદો આ રાશિના લોકોને ભવિષ્યમાં મળશે. જો પ્રોપર્ટી ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા છો તો તમારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે. આ અઠવાડિયે પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ મશળી રહ્યો છે.

સિંહઃ

સિંહ રાશિના લોકો માટે પણે આ ત્રગ્રહી યોગ ભાગ્યના દરવાજા ખોલનારું સાબિત થઈ રહ્યું છે. કરિયર અને બિઝનેસમાં મનચાહી સફળતા મળવાની શક્યતા છે. લાંબા સમયથી જો નોકરી શોધી રહ્યા છો તો એ ઈચ્છા પૂરી થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને અઠવાડિયાના અંત સુધીમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓ જો કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે તો એમાં સફળતા મળી રહી છે. લાંબા સમયથી જો કોઈ વસ્તુ માટે મહેનત કરી રહ્યા છો તો એમાં સફળતા મળશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

તુલાઃ

તુલા રાશિના લોકો માટે આ અઠવાડિયુ થોડું વ્યસ્ત રહેવાનું પણ છે આ અઠવાડિયે તમને અનેક કામોમાં સફળતા મળી રહી છે. નોકરિયાત વર્ગના લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થવા જઈ રહ્યું છે. કામકાજમાં તમને કેટલી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમને તમારા કામ પૂરા કરવા માટે વધારે મહેનત અને પ્રયાસો કરવા પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. પરિવાર કે મિત્રોની મદદથી આજે તમે કોઈ પારિવારિક સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરશે. ઘરનો માહોલ ખુશનુમા રહેશે.

ધનઃ

ધન રાશિના લોકો માટે જાન્યુઆરીનો આ અઠવાડિયું ગુડ લક લઈને આવી રહ્યું છે. તમારે આળસ અને અહંકારને ત્યજવા પડશે. આ અઠવાડિયા નોકરી કરી રહેલાં લોકોને કોઈ વધારાની જવાબદારીઓ મળી શકે છે અને સંતાનની કોઈ ઉપલબ્ધિને કારણે તમને માન-સન્માન મળી રહ્યું છે. આ અઠવાડિયે તમારી મુલાકાત કોઈ મોટી હસ્તી સાથે થઈ શરે છે અને આ મુલાકાતનો તમને ભવિષ્યમાં ફાયદો થઈ રહ્યો છે. વેપારની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેવાનું છે.

મીનઃ

મીન રાશિના લોકોને આ અઠવાડિયે ઘણી બધી તક મળી શકે છે. કરિયર અને બિઝનેસ સાથે સંકળાયેલી કોઈ માહિતી તમને મળી શકે છે. પદ અને કદમાં વૃદ્ધિ કાર્યસ્થળની સાથે સાથે જ પરિવારમાં પણ તમારું માન વધારશે. વેપારીઓને કોઈ સારી ડીલ મળી શકે છે. બજારમાં આવેલી તેજીનો ફાયદો તમને મળી શકે છે. પરિવાર અને પ્રિયજન સાથે ખુશહાલ સમય પસાર કરશો. અઠવાડિયાના મધ્યમાં તમારે ધાર્મિક અને માંગલિક કામમાં ભાગ લેવાનો ચાન્સ મળે છે. પરિણિત લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button