શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટમાં…
રાજકોટ ખાતે ગઈકાલથી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ મહેમાન થયા છે સુપ્રીમ કોર્ટના જજને એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ રાજકોટના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજરોજ પ્રદ્યુમન પાર્કની મુલાકાત કર્યા બાદ પ્રેસ અને મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાજકોટમાં દિપડાને લઇ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દીપડો શહેરી વિસ્તારોમાં દેખાય તે ચિંતા જનક કહેવાય વન વિભાગના અધિકારીઓને જરુરી સુચના આપી દેવામાં આવી છે. જલ્દીથી દીપડો પાંજરે પુરાય તેવા પ્રયત્નો ચાલુ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક બાબતે પૂછતા તેઓ જણાવ્યું હતું કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક બાબતે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળશે. સૌરાષ્ટ્રની જનતા, અને વિદ્યાર્થીઓ આ વખતે આશા રાખી રહી છે કે શિક્ષણનો હિત જળવાઈ રહે તેવા કુલપતિની નિમણૂક થાય યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી રાજકારણનો અખાડો બની ગઈ હતી હાલ થોડો સુધારો આવ્યો છે. વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવા યુનિવર્સિટી એક્ટની આ જ વર્ષથી અમલવારી કરી રહી છે, રાજ્યની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિને લઇને કામગીરી ચાલુ છે. તમામ યુનિવર્સિટીમાં નાના મોટા પ્રશ્નો છે તે પૂર્ણ થશે.
ઉત્સાહપૂર્વક ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે ઘણા સમયથી રાજકોટમાં ન્યાયતંત્ર ની વ્યવસ્થા અલગ અલગ બિલ્ડિંગમાં હતી જે રાજ્ય સરકારે 110 કરોડના ખર્ચે નવું ન્યાય મંદિર ઉભું કરી અને તમામ કોર્ટ એક જ બિલ્ડીંગમાં બેસે તેવી વ્યવસ્થા કરી આપી છે અને અત્યંત અધ્યતન સાધનોથી સજ્જ નવા બિલ્ડીંગનું લોકાર્પણ પણ આજે થયું છે. સૌરાષ્ટ્રવાસીઓની ઘણા સમયથી હાઇકોર્ટની બેચ માટેની માગણી છે તે સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટની બેચ માટે રાહ જોવી પડશે. હાલ તે બાબતે કોઇ નિર્ણય નથી.
રાજકોટમાં અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને કાર્યકરોને પણ મળ્યા હતા આ સમગ્ર મુલાકાતો દરમ્યાન રાજકોટ ધારાસભ્ય અને હોદ્દેદારો તેમની સાથે રહ્યા હતા.