ઇન્ટરનેશનલમનોરંજન

પ્લેન ક્રેશમાં અભિનેતા અને તેની બે દીકરીના થયા મોત

કેરેબિયન સમુદ્રમાં 4 જાન્યુઆરી, 2024 ના રોજ ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અમેરિકન અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને તેની બે પુત્રીઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના કેરેબિયનમાં પ્રાઈવેટ બેકિયા આઈલેન્ડ પાસે બની હતી. 51 વર્ષીય અભિનેતા તેમની લેટેસ્ટ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ બંને દીકરીઓ સાથે ક્રિસમસની રજાઓ ગાળવા કેરેબિયન ટાપુ પર જઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર નાના સિંગલ-એન્જિન પ્લેનમાં બેસીને. મિશેલ એરપોર્ટથી સેન્ટ લુસિયા પોર્ટ તરફ જઈ રહ્યો હતો.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, ‘અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર નાના સિંગલ-એન્જિન પ્લેનમાં બેસીને. મિશેલ એરપોર્ટથી સેન્ટ લુસિયા પોર્ટ તરફ જઈ રહ્યા હતા. ટેકઓફના થોડા સમય બાદ પ્લેન કોઈ ટેકનિકલ ખામીના કારણે દરિયામાં પડી ગયું હતું. ત્યાં હાજર માછીમારો અને ડાઇવર્સની મદદથી SVG કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સત્તાવાળાઓએ વિમાનમાં સવાર પાયલટ અને ત્રણ મુસાફરની ઓળખ કરી લીધી છે.

SVG કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા પાઇલટ અને મુસાફરોના મૃતદેહ વિમાન અને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા . બાદમાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. એક અઠવાડિયા પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ ક્રિશ્ચિયન તેની દીકરીઓ સાથે કેરેબિયન ટાપુ પર રજાઓ ગાળવા ગયો હતો. ક્રિશ્ચિયને તેની પ્રથમ પત્ની જેસિકા મઝુરને છૂટાછેડા આપી દીધા હતા.

ઓલિવરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેઓ 60 થી વધુ ફિલ્મ અને ટીવી શોના ભાગ રહ્યા છે, જેમાં ટોમ ક્રૂઝની ફિલ્મ ‘વાલ્કીરી’નો નાનકડો રોલ પણ સામેલ હતો.

અનેક હોલિવૂડ સ્ટાર્સ અને તેમના સહ કલાકારોએ સોશિયલ મીડિયા પર અભિનેતા અને તેની બે પુત્રીના અકસ્માત નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button