ઇન્ટરનેશનલ

બાલ બાલ બચેઃ વિમાન ટેક ઑફ થયું ને ડોર હવામાં ઊડી ગયો…

કેલિફોર્નિયાઃ તમે એર ક્રાફ્ટમાં બેસો અને દરવાજો ખૂલી જાય તો પણ ધ્રાસ્કો બેસી જાય તો અહીં તો દરવાજો ખુલવાને બદલે આખે આખો ઊડી ગયો હોવાની ઘટના બની છે. જોકે એર ક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થઈ ગયું હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઘટનાની મળતી વિગતો અનુસાર અલાસ્કા એરલાઇન્સના બોઇંગ 737-9 મેક્સ એરક્રાફ્ટનો એક દરવાજો ટેકઓફની થોડી મિનિટો પછી હવામાં ઉડી ગયો હતો. મુસાફરો દ્વારા લેવામાં આવેલા વિડિયોમાં જણાઈ રહ્યું છે કે કે સેન્ટ્રલ કેબિનનો એક્ઝિટ ડોર પ્લેનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.


અલાસ્કા એરલાઈન્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, CA (કેલિફોર્નિયા) જવા માટે AS1282ની આજે સાંજે ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ એક ઘટના બની હતી. વિમાન 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. તે સુરક્ષિત રીતે પાછું લેન્ડ થયું. અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ…? અને તેની જાણ થતાં જ તમારી સાથે વિગતો શેર કરીશું.

યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282 સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરી રહી છે. રિયલ-ટાઇમ એરક્રાફ્ટ મૂવમેન્ટ મોનિટર Flightradar24એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન 16,325 ફૂટની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું તે પહેલાં તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ તરફ વાળવામાં આવ્યું હતું.

https://twitter.com/rawsalerts/status/1743476391553683904

આજની ઘટનામાં સામેલ બોઇંગ 737 મેક્સ 1 ઓક્ટોબર, 2023 ના રોજ અલાસ્કા એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. અને 11 નવેમ્બર, 2023 ના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કર્યો. Flightradar24 એ જણાવ્યું કે ત્યારથી તેણે માત્ર 145 ફ્લાઈટ્સ ચલાવી છે. આ ફ્લાઈટમાં લગભગ 171 યાત્રી હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button