મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડિયા-હાલે પાર્લા સ્વ. શાંતિબેન ગડા (ઉં.વ. 77) મંગળવાર, તા. 02-01-2024ના અવસાન પામેલ છે. સ્વ. શાંતિબેન માલશી ગડા (પેથાણી)ના પુત્રવધૂ. સ્વ. ખીમજી માલશીના ધર્મપત્ની. તે અશ્વિન, કિશોર, ફાલ્ગુનીના માતુશ્રી. જ્યોત્સના, વનિતા, નીતિન, જેઠાલાલ ગાલાના સાસુ. ઉમંગ, સાહિલ, જૈની, દિયાના દાદી. લાકડિયાના સ્વ. દેવશી ખેતશી નિસરની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: 307, સનસાઈન અપાર્ટમેન્ટ, તેજપાલ સ્કીમ રોડ નં. 5, પાર્લા (ઈસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
લાઠી નિવાસી, હાલ માટુંગા સ્વ. સવિતાબેન હસમુખરાય કેશવજી દોશીના પુત્ર રાજેન (ઉં.વ. 63) તા. 25-12-2023ના અમેરિકા ખાતે અરિહંતશરણ પામ્યા છે. તે પૂજા (પ્રીતિ)ના પતિ. શૌનક તથા સોહિલના પિતા. અતુલ તથા ધર્મેશના ભાઈ. સ્વ. ગંગાદાસ દેવકરણ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
વીરેન્દ્ર શેઠ (ઉં. વ. 75) હાલ કાંદિવલી તા. 4-1-24ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સ્વ. શાંતાબેન તથા સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર. સ્વ. મીનાબેનના પતિ. સુરેન્દ્ર, ધીરજલાલ, સરોજ ચંદ્રવદન દોશી, જયશ્રી નરેન્દ્ર દફતરી, સ્વ. રમીલા હરકિશનદાસ શાહના ભાઇ. વિશાલના પિતા. પાયલના સસરા. સ્વ. રસીલાબેન મનહરલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત વિશા પોરવાડ જૈન
ખંભાત નિવાસી, હાલ અંધેરી (ઇસ્ટ) ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં. વ. 80) તે સ્વ. જશવંતલાલ ચિમનલાલ શાહ (ફીણાવવાળા)નાં ધર્મપત્ની. હિમાંશુભાઇ અને ભક્તિબેનના માતુશ્રી. રાકેશકુમાર તથા તેજલબેનના સાસુ. ફોરમ દર્શનકુમાર, પંકિત, દિશાન, સોનમ, રોનકકુમાર, મોક્ષા વૃષભકુમારના દાદી. તે પ. પુ. આ ભ. ઇન્દ્રસેન સુરીશ્વરજી મ. સા., ધર્મસેન મ. સા., વિક્રમભાઇ, ગૌતમભાઇ, પ્રફુલાબેન અમરીશકુમારના મોટાબહેન. તે સ્વ. ધનવદન, સ્વ. જયોતિષ, કમલેશ, સ્વ. શ્રીમતીબેન, મનહરલાલ, સ્વ. વિલાસબેન ઇન્દ્રવદન, નયનાબેન મુકેશકુમારના મોટાભાભી. તા. 4-1-24ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દ. શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજસીતાપુર નિવાસી, હાલ મલાડ સ્વ. રજનીકાંત પ્રભુલાલ ભુદરદાસ શેઠના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ 88) તે આશાબેન, રશ્મીબેન, દીપકભાઇ અને કિરણભાઇના માતુશ્રી. તે વિનયચંદ્ર મગનલાલ શાહ, શૈલેષકુમાર કિશોરચંદ્ર પરીખ, સંગીતા અને તૃપ્તિના સાસુ. તે સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. મનહરલાલ અને સ્વ. રંજનબેન કીર્તિકુમાર તુરખીયાના ભાભી અને પિયર પક્ષે ધ્રાંગધ્રા નિવાસી સ્વ. ચંપાબેન વ્રજલાલ અમરશી શાહના સુપુત્રી. તથા સ્વ. નિર્મળાબેન છબીલદાસ શાહ, સ્વ. ઇન્દુમતી છબીલદાસ અજમેરા, સ્વ. લતાબેન, સ્વ. હસમુખરાય, યશવંતરાય અને સ્વ. વીણાબેનના બેન ગુરુવાર તા. 4-1-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વે પ્રકારના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
ખેતરવરસીના પાડાના (શામળાજીની શેરી) સ્વ. બાબુ જયકુમાર દોલતચંદ જવેરી તથા સ્વ. કલાવતીબેનના પુત્ર બાબુ પ્રદીપ (ઉં. વ. 75) તે પારૂલબેનના પતિ. હર્ષિક તથા નિયતીના પિતાશ્રી. રૂચિતા અને પારસભાઈના સસરા. સ્વ. કાંતાબેન ચુનીલાલ શાહના જમાઈ. સ્વ. હેમેન્દ્રભાઈ- વિમલ, સ્વ. અનિલભાઈ- ભારતી, દીપકભાઈ- જયશ્રી, ધનેશભાઈ- દીના, કૌશિકભાઈ- મમતા તથા અરૂણાબેન- કિશોરભાઈના ભાઈ 4-1-24ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળાના હાલ ઘાટકોપર સ્વ. પ્રભાબેન રતીલાલ સંઘવીના પુત્રવધૂ શ્રીમતી ચારૂલતા જયેન્દ્રભાઈ સંઘવી (ઉં. વ. 77) બુધવાર, 3-1-24ના અરિહંતશરણ પામેલ છે. જતીન-સોનાલી, સમીર-સપનાના માતુશ્રી. દૃષ્ટિ, તનીષ, શુભમના દાદી. પીયર પક્ષે સ્વ. દયાબેન મનહરલાલ કાગદીના દીકરી. લલીતભાઈ, પ્રવીણભાઈ, બળવંતભાઈ, ભારતીબેન ઝવેરી, કુંદનબેન મહેતા, ભારતીબેન વોરા, નિતીનભાઈના બેન. તે મંજુબેન સંઘરાજકા, કાંતાબેન ગાંધી, હરગોવિંદભાઈ દિનેશભાઈ, મુકુંદભાઈ, વિજયભાઈ, ચંદુભાઈ તથા રાજેન્દ્રભાઈના ભાભી. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ શ્રીવાંકી (કચ્છ)ના હાલ સાયનના માતુશ્રી કુસુમબેન અમૃતલાલ ગાંધીના સુપુત્ર કિશોરભાઈ (ઉં. વ. 67) તા. 4-1-24ના ગુરૂવારના અરિહંતશરણ થયેલ છે. સંસારીપક્ષે મુક્તિયશાશ્રીજીના મોટાભાઈ. ગામ ગળપાદરના વોરા વછરાજ લાલચંદના જમાઈ. તે હંસાબેનના પતિ. નીરવ અને જીનલના પિતાશ્રી. તે સ્વ. જયંતભાઈ તથા જયેશભાઈ, સુનીલ અને નીલેશના મોટાભાઈ, લોકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન- પ્લોટનં-163-64, વર્ધમાન નગર, ભૂતા સ્કુલની ઉપર, સાયન -વેસ્ટ, પ્રાર્થના રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના બેબીબાઇ (લીલાવંતી) ચુનીલાલ લાલન (ઉં. વ. 88) તા. 3-1ના અવસાન પામેલ છે. મણીબાઇ લખમશીના પુત્રવધૂ. ચુનીલાલના ધર્મપત્ની. જ્યોત્સના, જયવંતીના માતુશ્રી. દિનેશ મોરારજી, મુંદ્રાના શૈલેશ કલ્યાણજીના સાસુ. કોડાયના નેણબાઇ વીરજી વીરાના સુપુત્રી. રતનબાઇ, અમૃતબેન, બચુભાઇ, બા.બ્ર. લક્ષ્મીબેન, શશીકાંત હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વીરજી વીરા, નવા નંબર, કોડાય-કચ્છ.
કોટડા (રોહા) ના કુંવરબેન શીવજી દેઢીયા (ગઢેરા) (ઉં. વ. 90) તા. 4-1-24ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ શામજીના પુત્રવધૂ. શીવજીના ધર્મપત્ની. મણી, ગાંગજી, વિશનજી, કાંતીના માતુશ્રી. મકડા રાજબાઇ પુનશીના પુત્રી. શામજી, શેરડી હાંસબાઇ મુરજી, ગઢ પુરબાઇ જીવરાજ, નાગ્રેચા ગોરબાઇ મુરજી, નેણબાઇ કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પિયુષ દેઢીયા, બી-403, હાર્મોની એપાર્ટ, ડીમાર્ટની સામે, નાલા સોપારા (ઇ.).
કાળધર્મ
સાગરાનંદ સમુદાય સંઘ સ્થવીર પ. પુ આચાર્ય દેવશ્રી દોલતસાગર સુરી મહારાજના આજ્ઞાવર્તી પુ. સાધ્વીજી શ્રી નિરૂજાશ્રીજી મ. સા. ના શિષ્યા રત્ના પુ. સાધ્વીજી શ્રી કલ્પિતાશ્રીજી મ. સા. (ઉં. વ. 93) તે 2/1/24 ના સુરેન્દ્રનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે લખતર નિવાસી સ્વ. રતિલાલ પોપટલાલ શાહના સંસારી પત્ની. કમળાબેન, ચંદ્રકાન્ત, કિરીટ, રસીલા, કુંદન, રાજેશ તથા નીરૂના માતુશ્રી. શિલ્પા, રશ્મિ, સૂર્યા, શાંતિભાઈ, રોહિતભાઈ, અનિલભાઈના સાસુ. તેજસ, શ્રીપાલ, હાર્દિક, પાર્થ, વૈશાલી, પ્રીતિ, ધરા, જીઆના, જ્હાન, આશ્વી, શ્રીતિ, સિદ્ધ, તશવી તથા પ્રિશિકાના દાદી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button