આપણું ગુજરાત

સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા 1લી જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ બોર્ડ પરીક્ષા 2024ની સમયપત્રકમાં સુધારો કર્યો છે. બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા છે. જેમાં વર્ગ 10 તિબેટીયન પેપર જે 4થી માર્ચ 2024ના રોજ લેવાનું હતું તે હવે 23મી ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે. જ્યારે ધોરણ 10નું રિટેલ પેપર જે 16મી ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવ્યું હતું તે હવે 28મી ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે. જ્યારે ધોરણ 12નું ફેશન સ્ટડીઝ પેપર જે 11મી માર્ચે યોજાવાનું હતું, તેને બદલીને 21મી માર્ચ 2024 કરવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શ થઈ રહી છે. જેમાં ધોરણ 10મા બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શ થશે અને 13મી માર્ચ 2024 સુધી ચાલશે. જ્યારે સીબીએસઈ ધોરણ 12મા બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શ થશે અને 2જી એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ એક જ શિફ્ટમાં લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓ સવારે 10.30 થી 1.30 વાગ્યા સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જોઈ શકશે.
ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10મા બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13મી માર્ચ 2024 સુધી ચાલશે. જ્યારે સીબીએસઈ ધોરણ 12મા બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2જી એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ એક જ શિફ્ટમાં લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓ સવારે 10.30 થી 1.30 વાગ્યા સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જોઈ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button