આમચી મુંબઈ

શાંતિપૂર્વક અને હંમેશાં સિલેક્શનથી થતી જેજેસીની ચૂંટણી યોજાવાનું કારણ?

  • જેજેસી સેન્ટ્રલ બોર્ડની પદાધિકારીઓની 2024-25ની ચૂંટણી * 3 સેક્રેટરીનાં પદ માટે ચાર ફોર્મ આવતાં ચૂંટણીનાં પડઘમ વાગ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હંમેશાં ઉત્તમ કાર્યો કરવા માટે પ્રખ્યાત એવી જેજેસી સંસ્થાના સેન્ટ્રલ બોર્ડની ચૂંટણી 7મી જાન્યુઆરીએ તેના સમય મુજબ યોજાય તેની પૂરેપૂરી તૈયારી શરૂ થઇ ગઇ છે. બોર્ડની સ્થાપના થયાને 48 વર્ષ પૂરાં થઇ ગયાં, પણ અત્યાર સુધી બે જ વાર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે લૉબિંગ થતું હોવાને કારણે આજે ફરી એક વાર ચૂંટણીનો માહોલ જામ્યો એવું જણાઇ રહ્યું છે. વર્ષોથી સિલેક્શનથી થતી જેજેસી સેન્ટ્રલ બોર્ડમાં 2024-25 માટેની ચૂંટણીમાં સેક્રેટરીપદ માટે ચૂંટણીનો માહોલ ઊભો થાય એવી પૂરેપૂરી શક્યતા છે. જોકે 3 સેક્રેટરીનાં પદ માટે ચાર ફોર્મ આવ્યાં હતાં, પણ જુહૂ સેન્ટરના કાઉન્સિલ સભ્યએ બોર્ડમાં આચરાતી ગેરરીતિઓ અને અન્ય કારણસર પોતાનું ફોર્મ ખેંચી રહ્યા હોવાની લેખિતમાં અરજી કરી હતી. તો બીજી બાજુ ફોર્મ પાછું ખેંચવાની તારીખ 22મી ડિસેમ્બર હોવાથી ઉમેદવારોનાં નામ જાહેર થઇ ગયાં છે અને હવે ચૂંટણી યોજાશે જ એવી માહિતી સેન્ટ્રલ બોર્ડના કમિશનરે આપી હતી.
જેજેસી સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓની ચૂંટણી સામાન્ય રીતે બે વર્ષે યોજાતી હોય છે, પણ છેલ્લાં 20 વર્ષથી અહીં સિલેક્શન થતું આવ્યું છે. આમ જોવા જાવ તો 48 વર્ષમાં બે જ વાર ચૂંટણી યોજાઈ છે અને આજે ફરી એક વાર ચૂંટણી યોજાઈ રહી હોવાનું કારણ લોબીયિંગ માનવામાં આવી રહ્યું છે. ચેરમેન, વાઈસ ચેરમેન (બે પદ), સેક્રેટરી જનરલ, સેક્રેટરી (3 પદ), ડેવલપમેન્ટ સેક્રેટરી, ટે્રઝરર અને એડિટર એમ કુલ 11 પદાધિકારીઓનાં પદ માટે ચૂંટણી યોજાવાની હતી જેમાંથી હવે માત્ર સેક્રેટરીપદ માટે જ ચૂંટણીનું યોજવામાં આવશે. જોકે ત્રણ સેક્રેટરીનાં પદમાંથી એક સેક્રેટરી ઈલેક્ટેડ હોઇ બાકીના બે પદ માટે ત્રણ ઉમેદવારોએ અરજી કરી હતી.
બીજી બાજુ બોર્ડના મેગેઝિન જૈન જાગૃતિ સંદેશના તંત્રી માટે સાયન-માટુંગા કેન્દ્રના રશ્મિકાંતભાઈનું ફોર્મ સમયસર યોગ્ય દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા ન હોવાને કારણે રદ કરવામાં આવ્યું હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. આથી હવે એ પદ માટે પણ ચૂંટણી નહીં યોજાય.
બોર્ડ દ્વારા એડિટર માટેના પદ માટેનું ફોર્મ રદ કરવામાં આવ્યું એ અંગે જ્યારે સાયન-માટુંગા સેન્ટરના રશ્મિકાંતભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે બોર્ડની ત્રણ શરતોને આધીન તમામ વસ્તુ જમા કરાવી હતી. જોકે કોરોના કાળમાં કોઇ પણ કાર્ય થયું ન હોવાને કારણે અમારી ફિક્સ્ડ ડિપોઝિટને આધારે જે રિટર્ન ભર્યું હતું તેની આઈટીઆર મોકલાવી હતી, પણ એ વેલિડ ગણાવવામાં આવી નહોતી. જોકે સેન્ટ્રલ બોર્ડ હંમેશાં સારું કાર્ય કરી રહ્યું છે અને મેં સેવા કરવાની ભાવના સાથે જ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો કંઇ વાંધો નહીં. મારે કોઇ ડખો કરવામાં રસ નથી.
જુહૂ બીચ સેન્ટરના સેક્રેટરી અને કાઉન્સિલ મેમ્બર કીર્તિભાઈ શાહે સેન્ટ્રલ બોર્ડમાં થતી ગેરરીતિઓ અંગે નારાજગી દર્શાવીને પોતાનું ફોર્મ લેખિતમાં ખેંચ્યું હતું. જોકે આ ફોર્મ તેઓએ શુક્રવારે પાંચમી જાન્યુઆરીએ ખેંચવાની જાહેરાત કરતો પત્ર બોર્ડની ઓફિસમાં મોકલાવ્યો હતો, પણ એ એ પત્ર માન્ય ગણવામાં આવ્યો નહોતો, એટલે હવે બોર્ડના સેક્રેટરી પદ માટેની ચૂંટણી અનિવાર્ય બની ગઇ છે.
સેન્ટ્રલ બોર્ડના સેક્રેટરી પદ માટે ચૂંટણીમાં ઝંપલાવનારા કીર્તિભાઈ શાહે કહ્યું હતું કે સૌપ્રથમ તો જેના પર કેસ ચાલી રહ્યો છે એ વ્યક્તિને તમે ચૂંટણી કમિશનર તરીકે કેવી રીતે રાખી શકો. 2022-23માં ખોટી રીતે સિલેક્શન કરવામાં આવ્યું હોવાનો મામલાની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એ જ વ્યક્તિને ફરી પાછા કમિશનર તરીકે લેવામાં આવી રહી છે. આનો મતલબ એવો થાય કે બોર્ડ પોતાની મનમાની કરી રહ્યું છે. બીજું, બોર્ડમાંથી મને આજ દિન સુધી બંધારણની કોપી પ્રાપ્ત નથી થઇ. બીજું, પહેલાં મારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હોવાની જાણ કરવામાં આવી હતી અને અચાનક જ મને પહેલી જાન્યુઆરીએ એક લેટર આવ્યો હતો કે તમે સેક્રેટરીપદની ઉમેદવારી ભરી છે એ માટે તમે પાત્ર છો. હું પાત્ર છું એ અંગેની જાણ મને 23મી ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવવી જોઇતી હતી, પણ મને પહેલી જાન્યુઆરી (આ અંગેનો પત્ર મુંબઈ સમાચાર પાસે છે)એ કરવામાં આવી હતી. હવે 7મી જાન્યુઆરીએ ચૂંટણી થવાની છે અને પહેલી જાન્યુઆરીએ મને જાણ કરવામાં આવે છે. આનો સીધો અર્થ એ થાય છે કે બોર્ડના કારભારમાં કશુંક ગરબડ થઇ રહી છે. આ ઉપરાંત બોર્ડ પાસેથી મેં અનેક માહિતીઓ માગી હતી, જે મને પૂરી પાડવામાં આવી નહોતી. આ જ કારણથી મેં મારો વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મેં બોર્ડ સામે કયા મુદ્દાઓ સામે વાંધો છે તેનો એક પત્ર ઓફિસમાં લખીને મોકલાવ્યો છે.

શું કહે છે કમિશનર
આ અંગે ચૂંટણી કમિશનર રાજેશભાઈ શાહે મુંબઈ સમાચારને માહિતી આપતાં જણાવ્યું હતું કે હું પહેલી વાર ચૂંટણી કમિશનર તરીકે કામ કરી રહ્યો છું. ચૂંટણીનું 7મી જાન્યુઆરી, 2024ના રોજ કરવામાં આવ્યું હોવાની જાહેરાત 8મી ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. 19થી 21મી ડિસેમ્બર દરમિયાન ફોર્મ ભરવાની અને બાવીસમી ડિસેમ્બર ફોર્મ પાછું ખેંચવાની હતી. 23મી ડિસેમ્બરે સ્ક્રૂટિની કરવામાં આવી હતી અને
ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે જેજેસી સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓની ચૂંટણી સિલેક્ટેડ થતી હોય છે, પણ આ વર્ષે સેક્રેટરીનાં 3 પદ માટે ચાર ફોર્મ આવ્યાં હોવાથી ચૂંટણી થશે જ. બાકી બધાં પદ ઈલેક્ટેડ થઇ ગયાં છે અને હવે સેક્રેટરીનાં બે પદ માટે ત્રણ અરજી આવી હોવાથી 7મી જાન્યુઆરીએ અંધેરી પશ્ચિમ ખાતે ચૂંટણી થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…