તૃપ્તિ ડિમરી બાદ આ એક્ટ્રેસ લોકોને પોતાની સુંદરતાથી કર્યા ઘાયલ…
બોક્સ ઓફિસ પરથી ફિલ્મ એનિમલનો ક્રેઝ થોડો ઓછો થયો છે અને હવે લોકો જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ 12th Failની જ વાતો કહી રહ્યા છે. વિધુ વિનોદ ચોપ્રાની આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિક્રાંત મેસી સિવાય ફિલ્મની ફીમેલ લીડ મેધા શંકરે પણ આ ફિલ્મમાં અદ્ભૂત કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકો મેધાના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને તેના ફોલોવર્સની સંખ્યામાં સતત વધી રહ્યા છે. સુંદરતાના મામલામાં મેધા શંકરની આગળ દરેક એક્ટ્રેસ 12th Failની આ એક્ટ્રેસ સામે ફેલ છે.
12th Failમાં શ્રદ્ધા જોશીનો રોલ નિભાવનાર મેધા શંકર મૂળ નોએડાની છે અને તેણે એક્ટિંગની સાથે સાથે મોડેલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. આ સિવાય તેણે ફેશન મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને 12th Fail ફિલ્મમાં તેણે કરેલા અભિનયના દરેક જણ પેટભરીને વખાણ કરી રહ્યા છે.
ફેન્સ મેધાની સાદગીના કાયલ થઈ ગયા છે. સિંપલ આઉટફિટ અને લાઈમલાઈટમાં પણ મેધા તમામ એક્ટ્રેસને પાછળ મૂકી છે અને આ જ કારણ છે કે તેના ફોટો અને વીડિયોના વ્યુઝ, લાઈકની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકોએ રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી બાદ મેધા શંકરને નેશનલ ક્રશનું ટેગ આપી દીધું છે. ફેન પેજ સતત તેના વિશેની વિવિધ અપડેટ્સ શેર કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેધાને સોશિયલ મીડિયા પર ભલે 1 મિલિયન લોકો ફોનો ના કરતાં પણ એના વીડિયો અને ફોટો પર મિલિયન્સમાં વ્યૂ આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેધા દરેક લૂકમાં અને રોલમાં ઢળવાનું માને છે અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સિમ્પલથી સિમ્પલ આઉટફિટમાં તે કહેર વરસાવતી જોવા મળી રહી છે.