વધુ એક Celebrityના ઘરે આ વર્ષે રેલાશે શરણાઈના સૂર…
Qubool Hai Fame Actress Surbhi Jyoti પણ આ વર્ષે લગ્ન બંધનમાં બંધાવવા માટે તૈયાર છે. 2024ના વર્ષની શરૂઆત જ સેલેબ્સના આલાગ્રાન્ડ વેડિંગથી થઈ છે. ત્રીજી જાન્યુઆરીના જ જ્યાં એક તરફ આમિર ખાનની દીકરી ઈરા ખાનના લગ્ન થયા ત્યાર બાદ રકુલપ્રીત અને જૈકી ભગનાનીના લગ્નના સમાચાર સામે આવ્યા હતા અને હવે આ જ સિંગલ બટ રેડી ટુ મિંગલની યાદીમાં વધુ એક નામ જોડાવવા જઈ રહ્યું છે અને આ નામ છે ટીવી સિરીયલ Qubool Hai ફેમ સુરભી જ્યોતિનું.
સિરીયલમાં ઝોયાનું પાત્ર ભજવીને ફેન્સના દિલ જિતી લેનાર સુરભીની વેડિંગ ડિટેઈલ્સ સામે આવી રહી છે આવો જોઈએ કોણ છે જેની સાથે એક્ટ્રેસ સાત ફેરા ફરવા જઈ રહી છે. તમારી જાણ માટે કે સુરભી જ્યોતિ એક્ટર સુમિન સૂરી સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર સુરભી જ્યોતિ આ જ વર્ષે છઠ્ઠી કે સાતમી માર્ચના લગ્ન બંધનમાં બંધાઈ જશે અને એ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દે છે. આ એક ટ્રેડિશનલ નોર્થ ઈન્ડિયન વેડિંગ સેરેમની હશે અને એમાં પરિવારના અને નજીકના મિત્રો જ સામેલ થશે.
જોકે, હજી આ મામલે સુરભી કે સુમિત બંનેમાંથી કોઈએ ફોડ પાડીને કંઈ જ કીધું નથી, કારણ કે હાલમાં સુરભી અમેરિકામાં છે. સુમિતની વાત કરીએ કે ધ ટેસ્ટ કેસ અને હોમ જેવા ઓટીટી પ્લેટફોર્મના શોઝમાં તેણે કામ કર્યું છે અને આ સિવાય સુરભી સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂક્યો છે.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. પરંતુ 2018માં જ્યારે સુરભીને ડેટિંગ વિશે સવાલ પૂછવામાં આવ્યો તેણે આ બાબતે કોઈ પણ કમેન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો હતો બંને જણે એકબીજાને જસ્ટ ફ્રેન્ડ્સનું ટેગ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરભી જ્યોતિ ટીવી સિરીયલ Qubool Haiમાં ઝોયાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય થઈ હતી. આ સિવાય નાગિન સિરીયલમાં પર્લ વી પુરી સાથે તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને લોકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી.