નવી દિલ્હી: ઉત્તરભારતમાં આજકાલ ઠંડી તેની ચરમસીમા પર છે. ઘણાં રાજ્યોમાં તો કોલ્ડ ડે કરતાં પણ વધુ કોલ્ડ ડેની પરિસ્થિતી સર્જાઇ છે. હવામાન ખાતા મુજબ હજી થોડાં દિવસો સુધી ઉત્તરભારતમાં ઠંડી યથાવત રહેશે. તથ ઉત્તરભારતના ઘણાં રાજ્યોમાં ધુમ્મસ છવાયેલું રહેશે.
હવામાન ખાતામાંથી મળતી જાણકારી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ ડે કરતાં પણ વધુ ઠંડીની સ્થિતી રહેશે. ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં આવનારા ત્રણ દિવસ ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે.
હવામાન ખાતાની આગાહી મુજબ રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 5મી જાન્યુઆરીના રોજ લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી અને મહત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. ઉપરાંત આજે નવી દિલ્હીમાં કોલ્ડ ડેની સ્થિતી રહેશે. જ્યારે આવતી કાલે પણ દિલ્હીમાં કોલ્ડ ડેની સ્થિતી રહેશે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને અધિકત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. ઉપરાંત લખનૌમાં આજે ધુમ્મસવાળું વાતાવરણ રહેશે. ગાજીયાબાદમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગાજીયાબાદમાં પણ આજે ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો આજે લક્ષદ્વીપ, કેરલ અને કીનારાના વિસ્તારો, કર્ણાટકમાં ધીમોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. તામિલનાડુ, કર્ણાટક, રાયલસીમા, અંદમાન અને વિકોબાર તથા દક્ષીણના કેટલાંક વિસ્તારમાં તથા આંધ્ર પ્રદેશના દક્ષિણ વિભાગમાં, મધ્ય પ્રદેશના કેટલાંક વિસ્તારમાં, ઉત્તર છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડના કેટલાંક વિસ્તારો અને બિહારમાં વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને