આપણું ગુજરાત

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૩૭૪૦ વિદ્યાર્થીઓનો આપઘાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર ૩૭૪૦ વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે ભણતરના ભાર હેઠળ જીવતા આશાસ્પદ વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાઓ ચોંકાવનારા હોવાનો દાવો કૉંગ્રેસે કર્યો છે.
કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાધુનિક વિકાસ વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા સામે આવ્યા બાદ ચિંતા વધી છે. કારકિર્દીની ચિંતા, નાપાસ થવાના ડર, ભવિષ્ય અંધકારમય રહેશે તેવી પરિસ્થિતિને વિચારીને આત્મહત્યા કરનારાં વિદ્યાર્થીઓના આંકડા ચિંતાજનક છે. વિકાસની આંધળી દોટ અને કેરિયરની ચિંતાએ ગુજરાતના વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કેરિયર, અભ્યાસનો ડર, માતા-પિતાની આશાઓ, આર્થિક અસમાનતા, જાતિભેદ, પરીક્ષામાં નિષ્ફળતા જેવાં કારણોથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દશા દયનીય બની છે. રોજનું કમાઈને રોજ ખાનારાં ફેરિયા, લારીપાથરણાવાળા, રોજમદારોના આત્મહત્યાના કિસ્સામાં ૫૦.૪૪ ટકાનો વધારો નોંધાયો છે.
છેલ્લા છ વર્ષના આંકડા જોઈએ તો ૧૬૮૬૨ રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા અને ઘટતી આવક-વધતા ખર્ચ જેવાં પરિબળોને લીધે આત્મહત્યા કરવા મજબૂર બન્યા હોવાનો વિપક્ષના પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button