નેશનલ

હરિયાણામાં ગેરકાયદે ખનન મામલે ઇડીના દરોડા

કૉંગ્રેસના વિધાન સભ્યના ઠેકાણાઓની પણ કરાઇ તપાસ

ચંડીગઢ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગુરુવારે હરિયાણાના યમુનાનગર જિલ્લમાં કૉગ્રેસના વિધાન સભ્ય સુરેન્દ્ર પનવાર, ઇન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ વિધાન સભ્ય દિલબાગ સિંહ અને કેટલાક અન્ય લોકો પર કથિત ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. હરિયાણાના યમુનાનગર જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલમાં બંને નેતાઓ અને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓના ૨૦ જગ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પનવાર સોનીપતથી હરિયાણા વિધાનસભાના સભ્ય છે, જ્યારે સિંહે ઇન્ડિયન નેશનલ લોકદળ તરફથી યમુનાનગર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઇડી ટીમની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના સશસ્ત્ર જવાનોને તૈનાત કરાયા હતા. યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં કથિત ગેરકાયદેસર ખાણકામની તપાસ કરવા માટે હરિયાણા પોલીસ દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી અનેક એફઆઇઆરમાંથી મની લોન્ડરિંગનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ એફઆઈઆર ભૂતકાળમાં લીઝની મુદત અને કોર્ટના આદેશો પછી પણ થયેલા પથ્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદેસર ખનન અંગે તપાસ કરવા માટે દાખલ કરવામાં આવી હતી.
કેન્દ્રીય એજન્સી હરિયાણા સરકાર દ્વારા ૨૦૨૦માં આવક અને કરની વસૂલાતને સરળ બનાવવા અને ખાણકામ ક્ષેત્રોમાં કરચોરી અટકાવવા માટે લાવવામાં આવેલી ઓનલાઈન યોજનામાં કથિત છેતરપિંડીની પણ તપાસ કરી રહી છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત