પનવેલ-બાન્દ્રા એસી બસ સેવા બંધ: બસની અછતને કારણે લેવાયો નિર્ણય
મુંબઈ: મુંબઈમાં ૨૦૨૩ બાદ એનએમએમટીના કાફલામાં એક પણ નવી બસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી શહેરના અનેક માર્ગ પર બસ સેવાઓ ઉપલબ્ધ ન હોવાથી પનવેલ-બાન્દ્રા આ માર્ગ પર દોડનારી એસી બસ સેવાને એક જાન્યુઆરી ૨૦૨૪થી બંધ કરવામાં આવી છે. આ માર્ગની બસ સેવા બંધ થતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આઠ વર્ષથી જૂની બસોને મુંબઈમાં પ્રવેશબંધી હોવાથી, આ માર્ગની સેવાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસી બસ સેવા બંધ કર્યા બાદ પ્રશાસન દ્વારા આ માર્ગ પર નોન-એસી બસને શરૂ કરવામાં આવી છે, પણ આ સેવાને પ્રવાસીઓનો ખાસ્સો પ્રતિસાદ ન મળી રહ્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
એનએમએમટી અને નવી મુંબઈ મહાપાલિકા દ્વારા થાણે, કલ્યાણ, ડોંબિવલી, પનવેલ, ઉરણ, ખોપોલી અને મુંબઈ અને નવી મુંબઈથી બાન્દ્રા, બોરીવલી અને મંત્રાલય આ મુખ્ય માર્ગ પર બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ગયા ૧૫ વર્ષથી એનએમએમટી દ્વારા ૧૦૫ નંબરવાળી પનવેલ-બાન્દ્રા બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ માર્ગમાં દિવસની ૨૪ જેટલી ફેરી હોય છે.
મુંબઈના નવા નિયમ મુજબ શહેરમાં આઠ વર્ષથી જૂની બસો પર પ્રવેશબંધી લાદવામાં આવી છે. પનવેલ-બાન્દ્રા આ માર્ગ પર ચલાવવામાં આવતી ડિઝલ બસો આઠ વર્ષ કરતાં જૂની હોવાથી આ સેવાને રદ કરવામાં આવી છે. આ મામલે પ્રશાસન પાસે આઠ વર્ષ કરતાં નવી એસી બસો ઉપલબ્ધ ન હોવાથી આ માર્ગ પર નોન એસી બસ ચલાવવામાં આવી રહી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
અધિકારીએ કહ્યું હતું કે ૨૦૨૩ પછી પરિવહન વિભાગ દ્વારા એક પણ નવી બસને ખરીદવામાં આવી નથી. પરિવહન વિભાગ દ્વારા નવી ૧૦૦ એસી બસ ખરીદવાની તૈયારીઓ ચાલી રહી છે. પણ એક વર્ષમાં બસની ખરીદી, બસ નિર્માણ અને બસ ચલાવનાર કોન્ટ્રેકટરો વચ્ચે મેળ ન થતાં આ કામ અટકી પડ્યું હતું, જેથી એકપણ બસને ૨૦૨૩ બાદ સામેલ કરવામાં આવી નહોતી. આ કારણે શહેરમાં બસની અછત જણાઈ રહી છે. બસોની અછતને કારણે અનેક માર્ગ પરની બસ સેવાઓને પણ બંધ કરવામાં આવી રહી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી. ઉ