મોનોરેલનું મેટ્રોમાં વિલીનીકરણ
મુંબઈ: સફેદ હાથીનું (બોજારૂપ) લેબલ જેને લાગ્યું છે એ મોનોરેલને કડેધડે કરી ચેતનવંતી બનાવવા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મોનોરેલ પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (મોનો – પીઆઈયુ)નું મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. મોનોરેલનું કામકાજ બહેતર થાય, નુકસાન ઘટે, ખર્ચ ઓછો થાય અને બેવડા ખર્ચની બાદબાકી કરવાના આશય સાથે ગયા મહિને નાગપુરમાં આયોજિત એમએમઆરડીએની બેઠકમાં વિલીનીકરણની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મેનેજમેન્ટ સ્તરે પણ ફેરફાર થવાની સંભાવના છે.એમએમઆરડીએના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ વિલિનીકરણને પગલે માનવ શક્તિનો વેડફાટ અને વિવિધ ખર્ચ અને ટેક્સમાં વર્ષે દાડે ૪૦થી ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ બચી જશે જે બહુ મોટો ખર્ચ છે. હાલના તબક્કે મોનોરેલનો મૂડી ખર્ચ ૨૯૧ કરોડ રૂપિયા છે જ્યારે મહેસૂલ ખર્ચ ૨૫૨ કરોડ રૂપિયા છે જેમાં સિક્યોરિટી, જાળવણી, વ્યવસ્થાતંત્ર વગેરેનો ખર્ચ સામેલ છે. ૨૦૨૩ – ૨૪માં મોનોરેલને ૫૨૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું જે ૨૦૨૨ – ૨૩માં ૨૫૦ કરોડ રૂપિયાનું હતું. મોનોરેલમાં ટિકિટના વેચાણમાંથી આવક ૧૩.૬ કરોડ રૂપિયાની મામૂલી હતી. મોનોરેલના પ્રથમ તબક્કાનો પ્રારંભ ૨૦૧૪માં અને બીજા તબક્કાનો પ્રારંભ ૨૦૧૯માં થયો હતો. ઉ