મેટિની

લગ્નમાં આમિર ખાનનો જમાઈ અલગ અંદાજમાં તૈયાર થઈને આવ્યો

આખરે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની લાડકવાયી ઈરા ખાન હવે ખતિ. શિખરે બની ગઈ છે. દરમિયાન નવા વરઘોડિયાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને એને કારણે આ અનોખા લગ્નની ચર્ચા દબાવીને ચર્ચા ચાલી રહી છે.
આમિર ખાનની પુત્રી ઈરા ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં આમિર ખાનનો જમાઈ ઘોડી પર નહીં પણ માત્ર જીમ આઉટફીટ એટલે કે શોર્ટ્સ પહેરીને લગ્નના માંડવે પહોંચ્યો હતો. નૂપુરના આ અનોખા પણ વિચિત્ર આઉટ ફિટને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વેડિંગ સેરેમનીમાં ઈરા ખાન અને નુપુર શિખરેના નજીકના મિત્રો અને પરિવારે હાજરી આપી હતી. ઈરા અને નૂપુર બંનેના લગ્નની આવી હટકે સ્ટાઈલ જોઈને ફેન્સ પણ વાયરલ વીડિયો અને તસવીરો પર સતત કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
આમિર ખાનની દીકરી ઈરા અને જમાઈ નૂપુરે તેના લગ્ન માટે એવી શાનદાર સ્ટાઈલ પસંદ કરી છે, જેને કારણે લાઈમ લાઈટમાં આવી ગયો છે. જોકે લોકો સોશિયલ મીડિયા પર આવા આઉટફિટ માટે નૂપુરને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો એની આ હરકતને સસ્તી પબ્લિસિટી ગણાવી રહ્યા છે તો વળી કેટલાક લોકો નૂપુરને સપોર્ટ કરીને તેની સાદગીને વખાણી રહ્યા છે. જોકે નૂપુરે આવું કેમ કર્યું એના વિશે તો નૂપુર જ સારી રીતેથી વાત કરી શકશે પણ તેણે આ હરકતથી લાઈમલાઈટ ચોરી લીધી હતી એ વાત તો માનવી પડે.
આમિર ખાન અને તેની પહેલી પત્ની કિરણ રાવ દીકરી ઈરાના લગ્નમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કહેવાની જરૂર નથી કે ઈરા બ્રાઈડલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ, નૂપુર શિકરે જિમના પોશાકમાં લગ્ન સમારોહમાં પરફોર્મ કરતો જોવા મળતા લોકો આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાતજાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ઈરા અને નૂપુરના લગ્નનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને લગ્નની વિધિ કરતા જોવા મળે છે. નુપુર શિખરે અને ઈરા ખાન પેપર પર સહી કરતી જોવા મળે છે. આ સમયે આમિર ખાન અને બંને પરિવારના નજીકના સભ્યો હાજર રહ્યા હતા.
ખેર, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના આ અનોખો વેડિંગ આઉટ ફીટ પસંદ કરીને આમિર ખાનની જેમ જ તેનો જમાઈ પણ કઈક અલગ કરીને લાઈમલાઈટમાં રહેવામાં માહેર છે એવું કહીએ તો એમાં કંઈ ખોટુ નહીં ગણાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button