તારક મહેતા કા ઊલટા ચશ્માની ‘સોનુ’ બંધાશે લગ્નના બંધનમાં
પ્રાસંગિક – રશ્મિ ત્રિવેદી
એેક આખી અલગ જ ફેન ક્લબ છે અને દાયકાઓની સફર બાદ પણ આ શો હજી પણ દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે અને હવે આ શો સાથે સંકળાયેલી એક્ટ્રેસને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આ ઝખઊંઘઈમાં આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનુનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ ઝીલ મહેતા લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે.
જોકે, આવું અમે નહીં પણ એક્ટ્રેસના લેટેસ્ટ વીડિયોને જોઈને ફેન્સ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઝીલનો બોયફ્રેન્ડ પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન અને કમેન્ટ્સ કરી રહ્યા છે, જ્યારે ઝીલના ફ્રેન્ડ્સ અને બીજા સેલેબ્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
૨૮ વર્ષીય ઝીલ મેહતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તે પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આંખો પર પટ્ટી બાંધીને એક્ટ્રેસ વેન્યુ પર એન્ટ્રી કરે છે, જ્યાં સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેનો બોયફ્રેન્ડ તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે છે અને ઝીલ પણ પ્રપોઝલ એક્સેપ્ટ કરી લે છે.
આ વીડિયોની કેપ્શનમાં ઝીલે લખ્યું હતું કે કોઈ મિલ ગયા, મેરા દિલ લે ગયા.. અને એની સાથે જ એક્ટ્રેસ હાર્ટ અને સ્માઈલીની સાથે સાથે નજર ના લાગેવાળું ઈમોજી પણ શેર કર્યું છે.
શોમાં ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધીએ આ પોસ્ટ પર હાર્ટવાળું ઈમોજી શેર કર્યું છે અને ફેન્સ પણ ઝીલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું ભાઈ સંભાળીને, અમારી ચાઈલ્ડહુડ ક્રશ છે બીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે દૂર ખૂણામાં ટપ્પુ રડી રહ્યો હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝીલ મેહતાએ કેટલાય વર્ષો સુધી આસિત મોદીના આ ટીવી શોમાં આત્મરામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુ ભીડેનો રોલ નિભાવ્યો હતો અને દર્શકોએ તેને ખૂબ જ પસંદ પણ કર્યો હતો.