કેપટાઉનની પીચ મુદ્દે હવે હીટમેન આપ્યું સૌથી મોટું નિવેદન
કેપટાઉનઃ ટેસ્ટ મેચના ઈતિહાસમાં રમાયેલી અત્યાર સુધીની મેચ પૈકી આજની કેપટાઉનની ટેસ્ટ મેચ દોઢ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જેમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમેટાઈ ગઈ હતી, જેમાં બેટસમેનની તુલનામાં ફાસ્ટ બોલરોને સફળતા મળી હતી.
ચાર ઈનિંગ મળીને ફાસ્ટ બોલરોએ કુલ 32 વિકેટ ઝડપી હતી, ત્યારે આજની મેચ પૂરી થયા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પીચ અંગે સવાલ ઊભો કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની કેપ ટાઉન ટેસ્ટ મેચમાં ભારતે સાત વિકેટે ધમાકેદાર જીત મેળવીને સિરીઝ 1-1 બરાબરી કરી છે. કેપટાઉનની ટેસ્ટ મેચ માટે બેટ્સમેનને રમવા માટે સૌથી મોટો પડકાર રહ્યો હતો, જ્યારે પિચ પર સૌથી ફાસ્ટ બોલર તબક્કાવાર વિકેટ મેળવતા દોઢ દિવસમાં મેચ પૂરી થઈ ગઈ હતી. ચાર ઈનિંગમાં 32 વિકેટ સહિત એક જણ રન આઉટ થયો હતો. ફાસ્ટ બોલર સિવાય રવિન્દ્ર જાડેજા અને કેશવ મહારાજ જેવા સ્પીનર બોલરને બોલિંગ કરવાની તક મળી નહોતી. 107 ઓવરમાં મેચ પૂરી થયા પછી કેપ ટાઉનની મેચ મુદ્દે રોહિત શર્માએ સવાલ ઊભા કર્યાં હતા. કેપટાઉનની પીચ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.
રોહિત શર્માએ કહ્યું હતું કે કેપ ટાઉનની પિચ ટેસ્ટ મેચ માટે યોગ્ય નથી. જ્યાં સુધી ભારતીય પિચ અંગે કોઈ ફરિયાદ કરે નહીં ત્યાં સુધી આ પ્રકારની પિચ પર રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારતમાં ટર્નિંગ ટ્રેકની ટીકા કરવામાં આવે છે, જ્યાં સુધી વર્લ્ડ કપની ફાઈનલ પિચ પર પણ સવાલ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે આઈસીસીએ વિચારવું જોઈએ.
રોહિત શર્માએ કહ્યું હતું કે વર્લ્ડ કપની ફાઈનલ પિચને સરેરાશથી ઓછું રેટિંગ આપ્યું હતું. આ મેચમાં એક ખેલાડીએ સદી ફટકારી હતી. હું મેચના રેફરીને એક વાતનો ચોક્કસ આગ્રહ કરીશ કે જે પિચ પર મેચ રમાઈ એને જોવાનું કહીશ નહીં કે દેશ. ભારતમાં પહેલા દિવસે તમે ધૂળની વાતો કરતા હતા, પણ અહીં પણ તિરાડો જોવા મળી હતી. અહીં એ વાત જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરોએ પણ ભારતીય પિચની ટીકા કરીને ચર્ચામાં રહ્યા હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની પિચને ખરાબ રેટિંગ આપ્યું હતું.