ઇન્ટરનેશનલનેશનલ

કતારમાં ભારતના 8 ભૂતપૂર્વ નૌસૈનિકોની સજા સામે ભારતે કરી અપીલ: વિદેશ મંત્રાલય

કતાર: 28 ડિસેમ્બરે કતારની જેલમાં બંધ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકોને મોટી રાહત અપાવવામાં ભારતને સફળતા મળી હતી. ભારતની રજૂ્આત બાદ અહીંની કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે હાલમાં ગુરુવારે એટલે કે 4 જાન્યુઆરીના રોજ ભારતે આઠ લોકોને આપવામાં આવેલી જેલની સજા સામે 60 દિવસની અંદર અપીલ કરી હતી.

વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે કતારની કોર્ટે 28 ડિસેમ્બરે ચુકાદો આપતા ભારતના આઠ નૌસૈનિકોની ફાંસીની સજા પર રોક લગાવવાની અરજી કરી હતી. આ બાબતે અમારી લીગલ ટીમ પાસે કોર્ટનો આદેશ છે. જો કે આ એક ગોપનીય ઓર્ડર છે. એટલે અમે વિસ્તારથી રજૂ ના કરી શકીએ પરંતુ અમે ચોક્કસપણે કહી શકીએ કે તમામ આઠને અલગ-અલગ સમયગાળા માટે સજા કરવામાં આવી શકે છે.

પરંતુ અમને આ સજા સામે અપીસ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને અમે કતારની સુપ્રીમ કોર્ટ, કે સેશન કોર્ટનો સંપર્કમાં છીએ. કાયદાકીય ટીમ આ મામલે કામ કરી રહી છે. અમે કાનૂની ટીમ અને તમામ આઠ બંધકના પરિવારના પણ સંપર્કમાં છીએ.

આ ઉપરાંત 28 ડિસેમ્બરે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકો આપવામાં આવેલી રાહત પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે શરૂઆતથી તેમની સાથે ઊભા છીએ. અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ પરિવારના સભ્યો સાથે કોર્ટમાં હાજર હતા. કેસની શરૂઆતથી અમે તેમની પડખે ઊભા છીએ અને અમે તેમને તમામ પ્રકારની સહાયતા આપતા રહીશું. અમે આ મામલો કતારના સત્તાવાળાઓ સામે પણ ઉઠાવવાનું ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે કતાર સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં કામ કરતા આઠ ભારતીયોની ઓગસ્ટમાં કથિત જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 26 ઓક્ટોબરે તમામને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, કતારે આ આરોપો અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નહોતું અને ભારતને પોતાનો પક્ષ રાખતા આખી ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button