સ્પોર્ટસ

IND VS SA: કેપ ટાઉનમાં ટીમ ઈન્ડિયાના ડબલ ધમાકા, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત બન્યું નંબર 1

કેપ ટાઉનઃ કેપ ટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે દોઢ દિવસમાં આફ્રિકાને પરાસ્ત કરીને નવો ઈતિહાસ રચ્યો છે. પહેલા દિવસ મોહમ્મદ સિરાજ અને બીજા દિવસે બુમરાહની ઘાતક બોલિંગને કારણે આફ્રિકાને સાત વિકેટ હરાવવામાં સફળતા મળી હતી. આ જીતને કારણે ભારતે ટેસ્ટ મેચના ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી હતી, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.

સેન્ચુરિયન ટેસ્ટમાં હાર્યા પછી ટીમ ઈન્ડિયા ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ત્રણ નંબરે પણ નહોતી. એટલું જ નહીં, સ્લો ઓવરરેટને કારણે બે પોઈન્ટ ઘટ્યા હતા. જોકે, આજે દક્ષિણ આફ્રિકાને ભારતે સાત વિકેટે હરાવીને ટીમ ઈન્ડિયાને આ જીત સાથે ભારત નંબર વનના ક્રમે આવી ગયું છે. આજની ધમાકેદાર જીત સાથે ટીમ ઈન્ડિયા 12 પોઈન્ટ મળ્યા છે. મેચ વિનિંગની ટકાવારીમાં ફાયદો થયો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની વર્તમાન ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ ચાર મેચ રમ્યું હતું, જેમાં એકમાં હાર મળી હતી, જ્યારે બેમાં જીત થઈ હતી. આ ઉપરાંત, એક ડ્રો પણ ગઈ હતી. ટીમ ઈન્ડિયા 26 પોઈન્ટ સાથે સૌથી વધુ 54.16 ટકા છે.

દક્ષિણ આફ્રિકાની હાર પછી આફ્રિકાના 12 પોઈન્ટ થયા છે, જ્યારે વિનિંગ પર્સન્ટ પચાસ ટકા છે. પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા બીજી સ્થાને રહી છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા, ઓસ્ટ્રેલિયા ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયામા રમાયેલી બે ટેસ્ટમાં હારી ચૂકેલી પાકિસ્તાનની ટીમ છઠ્ઠા ક્રમે છે, જ્યારે વિનિંગ પર્સન્ટેજ 45.8 ટકા છે. વેસ્ટ ઈન્ડિઝ સાતમા અને ઇંગ્લેન્ડ આઠમા ક્રમે છે. આમ છતાં સૌથી શરમજનક સ્કોર તો શ્રીલંકાનો છે, જે નવમા ક્રમે છે.

કેપ ટાઉનમાં ભારત પહેલી વખત જીતીને પણ ઈતિહાસ રચ્યો છે, જેમાં 31 વર્ષનો ઈતંજાર પૂરો થયો છે. 1993માં મેચ ડ્રો રહી હતી. 1997માં દક્ષિણ આફ્રિકા ભારત સામે 282 રને જીત્યું હતું, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એ પરાક્રમ કર્યું છે, જે અગાઉ મોહમ્મદ અઝહરુદીન, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પણ કેપ્ટનશિપમાં કરી શક્યા નથી, જેમાં આ તમામ કેપ્ટનને કેપ ટાઉનમાં આફ્રિકા સામે જીત્યું નહોતું.

ઉલ્લેકનીય છે કે 2010-11માં ભારતીય ટીમ મહેન્દ્ર સિંહની કેપ્ટનશિપમાં આફ્રિકા સામે બીજી વખત ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. ધોની સિવાય હવે રોહિત શર્માએ પણ કેપ્ટનશિપ હેઠળ ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહીને રેકોર્ડ બનાવ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત