નેશનલ

હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર જાવેદ અહેમદ મટ્ટુની દિલ્હીમાંથી ધરપકડ….

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આતંકવાદીની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીનું નામ જાવેદ મટ્ટુ હોવાનું કહેવાય છે. પોલીસની સાથે NIAની ટીમ પણ આ આતંકીને શોધી રહી હતી. ત્યારે જાવેદ અહેમદ મટ્ટુ આતંકી સંગઠન હિઝબુલનો કમાન્ડર હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે જાવેદ મટ્ટુ જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી છે. તેની પર સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ આતંકવાદી પાકિસ્તાન પણ ગયો છે. મળતી માહિતી અનુસાર આતંકી જાવેદ દિલ્હીમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.

સ્પેશિયલ સીપી સ્પેશિયલ સેલ એચજીએસ ધાલીવાલે કહ્યું હતું કે સોપોરના રહેવાસી આતંકવાદી જાવેદ મટ્ટુ પાસેથી એક પિસ્તોલ, એક્સ્ટ્રા મેગેઝિન અને ચોરેલી કાર મળી આવી છે. જો કે હાલ તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. તેના રિમાન્ડ લીધા બાદ પૂછપરછ કરવામાં આવશે. આ આતંકવાદીએ અતેયાર સુધીમાં ઘણઆ હુમલાઓ કર્યા છે. તેના પર અલગ-અલગ હુમલામાં પાંચ પોલીસકર્મીઓની હત્યા કરવાનો પણ આરોપ છે. તેમજ બીજા ઘણા આ હુમલાઓમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે.

આ આતંકી આતંકવાદની તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. તે ક્રોસ બોર્ડર હથિયારોની દાણચોરીમાં પણ સામેલ છે. તેના કેટલાક સાથીઓ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા જેમાં મહારાજ હલવાઈ, વસીમ ગુરુ મૃત્યુ પામ્યા હતા. જ્યારે તેના કેટલાક સાથી હાલ પાકિસ્તાનના શરણમાં છે. 26 જાન્યુઆરીને લઈને પોલીસને ઘણું ટેન્શન હતું ત્યારે આ આતંકવાદી પકડાતા પોલીસને થોડી રાહત થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button