મનોરંજન

પહેલી વખત લગ્ન અને બાળક અંગે ખુલાસો કર્યો બી-ટાઉનની આ એક્ટ્રેસે…

બી-ટાઉનમાં એક્ટ્રેસ લગ્ન અને બાળક અંગે બોલવાનું ખાસ કંઈ પસંદ નથી કરતી પણ તેમ છતાં એમાં અમુક અપવાદરૂપ એવી એક્ટ્રેસ છે કે જે આ બંને વિષય બોલતા બિલકુલ ખચકાટ નથી અનુભવતી. આજે આપણે અહીં આવી જ એક બી-ટાઉનની એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને આ એક્ટ્રેસ છે ઈલિયાના ડિક્રુઝ…

ઈલિયાના ડિક્રુઝે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને નવેમ્બર, 2022માં જ મારી પ્રેગ્નન્સી વિશે ખબર પડી હતી અને પછીનું વર્ષ પ્રેગ્નન્સી અને અમેરિકા શિફટ થવામાં કઈ રીતે પસાર થઈ ગયું એની જાણ પણ ના થઈ. હું મારી માતાની આભારી છું કે જે આ આખા સમયમાં મારી સાથે રહી હતી. એના વગર આ શક્ય જ ના બન્યું હોત. મારી પ્રેગ્નન્સી સહેલી નહોતી, મને ડોક્ટરોએ આરામ કરવાનું કહ્યું હતું.

એક્ટ્રેસ આગળ જણાવ્યું હતું કે માતા બન્યા પછી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તમારા જીવનમાં ખુશહાલીના સાથે સાથે ઘણા બધા સ્ટ્રેસ પણ આવે છે. જોકે, મારા માટે આ તણાવ કઈ નવો નહોતો. મને આ દરમિયાન મારા દીકરાની ખૂબ જ યાદ આવી રહી હતી. લોકો કદાચ મને મૂરખ કહેશે, મારો દીકરો બાજુના રૂમમાં જ હતો, પણ તેમ છતાં મને એની ખૂબ જ યાદ આવી રહી હતી.

ઈલિયાનાએ એવું પણ જણાવ્યું હતું કે માતા બન્યા પછી આવી ભાવનાઓમાંથી પસાર થવું સામાન્ય છે. હું ઉપરવાળાની આભારી છું કે મને માઈકલ જેવો હમસફર મળ્યો છે, જે કંઈ પણ કહ્યા વિના મારા ઈમોશન્સ સમજે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈલિયાનાની પ્રેગ્નન્સીને કારણે ખાસો એવો હોબાળો થયો અને લોકોએ ઈલિયાનાના પરિવાર અને માઈકલને નહીં કહેવાની વાતો કહી હતી એના વિશે વાત કરતાં ઈલિયાનાએ જણાવ્યું હતું કે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મારી સાથે સાથે મારા પરિવાર અને માઈકલ વિશે લોકો મનફાવે એવી વાતો કરી રહ્યા હતા. હું મારા વિશે ખોટી વાતો સાંભળી શકું છું પણ મારા પરિવાર વિશે ક્યારેય નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button