ઝીરો પર છ વિકેટ પડતા રવિ શાસ્ત્રીએ કરી આવી કમેન્ટ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી પણ દરમિયાન ગઈકાલે રમાયેલી ઈનિંગ્સમાં ઈન્ડિયન કમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કંઈક એવું કહ્યું હતું કે જે સાંભળીને લોકો પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા. રવિ શાસ્ત્રીની આ કમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, આવો જોઈએ શું કહ્યું રવિ શાસ્ત્રીએ…
દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 153 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. શાનદાર શરૂઆત બાદ પણ ટીમ ઈન્ડિયા સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. એક સમય હતો કે જ્યારે 153 રન ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ પડી ગઈ હતી અને આ જ સ્કોર પર છેલ્લાં છે પ્લેયર પણ પેવેલિયન ભેગા થઈ ગયા હતા અને ટીમ ઈન્ડિયા એક પણ રન કરવામાં નિષ્ફળ રહી હતી. 11 બોલમાં ઝીરો રન અને છ વિકેટ એ કદાચ અલગ જ રેકોર્ડ ગઈકાલની મેચમાં બન્યો હશે.
આ જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ઈન્ડિયન કમેન્ટેટર અને ભારતના ભૂતપૂર્વ રવિ શાસ્ત્રીએ એક મજેદાર કમેન્ટ કરી હતી અને આ કમેન્ટ સાંભળીને લોકો હસવાનું રોકી શક્યા નહોતા. ઝીરો પર છ વિકેટ પડકાં જ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે 153 પર ચાર વિકેટ અને પછી 153 પર ટીમ ઈન્ડિયા ઓલ આઉટ. જો કોઈ આ સમયગાળા દરમિયાન બાથરૂમ જઈને આવ્યું છે તો તમને જણાવી દઉં કે ટીમ ઈન્ડિયા 153 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. કે પછી કોઈ પાણી પીને આવ્યું છે તો…
રવિ શાસ્ત્રીની આ કમેન્ટ સાંભળીને કમેન્ટ્રી કરી રહેલાં અન્ય લોકો પણ હસી પડ્યા હતા. તેમની આ કમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકો આના વીડિયો શેર કરી રહ્યા છે.
જ્યારે ભારતનો સ્કોર 153 પર 4 વિકેટ હતો એ સમયે વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રીઝ પર હતા. વિરાટ કોહલીએ 46 અને રાહુલે આઠ રન બનાનવ્યા હતા. રાહુલને લૂંગી એંગિડીએ વિકેટકીપર કાયેલ વેરેયેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને ત્યાર બાદ તો જાણે વિકેટ પડવાની મૌસમ ખીલી ઉઠી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહને ઝીરો રન પર આઉટ કર્યો હતો. પછી રબાડાએ સ્લીપમાં એડન માર્કરામના હાથે વિરાટને આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા પણ ઝીરો રન પર છેલ્લી વિકેટ તરીકે આઉટ થઈ ગયો હતો.