નેશનલ

મણિપુર હિંસાનું રિયલ કનેક્શન શું છે, જાણો અસલી કારણ

ઈમ્ફાલ: વર્ષ 2018માં FMR ને દેશની એક્ટ ઈસ્ટ પોલિસીના કારણે ભારત અને મ્યાનમાર બંને દેશોના લોકો એકબીજાની સરહદના 16 કિલોમીટરની અંદર સરળતાથી આવવા લાગ્યા. લોકોને અવર જવર કરવા માટે ફક્ત એક જ પાસ લેવાનો હોય છે બાકી કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી. પરંતુ હવે આ વ્યવસ્થા ઉત્તર-પૂર્વના ગળાના કાંટા સમાન બની ગઈ છે. ત્યાંની સરકારો ડ્રગ્સ અને માનવ તસ્કરી અંગે સતત ફરિયાદો કરતી રહે છે. આ કારણે FMR રોકવાનો નિર્ણય લઈ શકાય છે. (FMR એટલે કે ફ્રી મુવમેન્ટ રેઝીમઆ એક્ટ પ્રમાણે મયાનમાર અને ભારતના 16 કિમી વિસ્તારમાં રહેતા લોકો એકબીજા દેશમાં જઇને રહી શકે છે)

મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશની સરહદો મ્યાનમારને અડીને આવેલી છે. આ સરહદ 1500 કિલોમીટરથી વધુ લાંબી છે. બંને સરહદો પર પહાડી આદિવાસીઓ રહે છે, જેઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જેથી તેમને મીટિંગ કે બિઝનેસ કરવા માટે વિઝાની મુશ્કેલીઓમાંથી પસાર થવું ન પડે તે માટે ભારત અને મ્યાનમારે સાથે મળીને નક્કી કર્યું હતું કે 16 કિલોમીટર સુધીની સરહદોને વિઝા ફ્રી બનાવવી જોઈએ.

આ માટે જારી કરવામાં આવેલ પાસ એક વર્ષ માટે માન્ય રહેશે અને એકવાર વ્યક્તિ સરહદ પાર કરી લે તો તે કોઈપણ સમસ્યા વિના બીજા દેશમાં બે અઠવાડિયા સુધી રહી શકે છે. બંને દેશો વચ્ચેની મોટાભાગની સરહદો પર કોઈ વાડ નથી. મણિપુરમાં માત્ર 10 કિલોમીટરનો વિસ્તાર વાડથી ઘેરાયેલો છે, જ્યારે બાકીનો લગભગ 400 કિલોમીટરનો વિસ્તાર ખુલ્લો છે. એ જ રીતે મિઝોરમ અને અરુણાલય રાજ્યોમાં 500 કિલોમીટરથી વધુ સરહદ ખુલ્લી છે. ઘૂસણખોરો માટે આ સૌથી સરળ રસ્તો છે. અહીંથી તેઓ ગેરકાયદેસર રીતે આવતા હતા અને ડ્રગ્સની દાણચોરી પણ કરતા હતા.
 
ત્યારે ગયા વર્ષે ઉનાળામાં શરૂ થયેલી મણિપુર હિંસા દરમિયાન એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ હિંસાનું એક મુખ્ય કારણ રાજ્યમાં ઘૂસણખોરોની હાજરી પણ છે. તેઓ પોતાની વિચારધારાથી સ્થાનિક લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. ઉપરાંત હથિયારોની લેવડ-દેવડ પણ કરી રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં હિંસા શરૂ થઈ તે પહેલા મણિપુરના સીએમ એન બિરેન સિંહે પ્રેસ કોન્ફરન્સમાં મ્યાનમારથી મોટી સંખ્યામાં શરણાર્થીઓના આગમનની વાત કરી હતી. ઘણાની અટકાયત પણ કરવામાં આવી હતી. 

આને રોકવા માટે FMR નાબૂદ કરવાની વાત થઈ હતી. એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંપૂર્ણ ઘેરાબંધી થઈ જશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર બાબત જાણવા મળી નથી અને ન તો મ્યાનમાર તરફથી કોઈ નિવેદન આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button