આમચી મુંબઈ

હમ નહીં સુધરેંગે… માફી માંગ્યાના 10 દિવસ બાદ જ ફરી ભદ્દો ડાન્સ કર્યો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લ્યુએન્સરે..

પોતાની ચિત્ર-વિચિત્ર હરકત અને ઉટપટાંગ ડાન્સને કારણે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લ્યુએન્સર સીમા કનોજિયા ફરી એક વખત ચર્ચામાં આવી છે તેના વલ્ગર ડાન્સને કારણે. અત્રે ઉલ્લેખનીય છે કે દસ-બાર દિવસ પહેલાં જ સીમાએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે વલ્ગર ડાન્સને કારણે પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને એ માટે તેણે લેખિતમાં માફી પણ માંગી હતી.

પરંતુ આ માફીના દસ દિવસ બાદ જ ફરી સીમા કનોજિયાએ હમ નહીં સુધરેંગેનું વલણ અપનાવીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વલ્ગર ડાન્સ પર્ફોર્મ કર્યું હતું. જોકે, આ વીડિયો ક્યા સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યું છે એ જાણી શકાયું નથી. એટલું જ નહીં પણ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે સાથે જ સીમાએ કેપ્શનમાં લખ્યું છે કે આ અમારી જ ટીમ છે અને મારી આ હરકતને કારણે કોઈ પણ પ્રવાસીને હાલાકીનો સામનો નથી કરવો પડ્યો.

સીમાએ પોસ્ટ કરેલાં વીડિયોમાં તે બેક ફ્લિપ કરવા જઈ રહી છે અને તેને કારણે ત્યાંથી બેગ સાથે પસાર થઈ રહેલાં પ્રવાસી (સીમાની ટીમના જ માણસ)ને ધક્કો વાગે છે અને તે ટ્રેક પર પડતો પડતો અટકે છે. સીમાની આ હરકતથી ગુસ્સે ભરાઈને સીમાને લાફો મારી દે છે. જોકે, આ બાદ પણ સીમાએ પોતાનો ભદ્દો ડાન્સ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને લેખિતમાં આપેલા માફીનામામાં સીમાએ જણાવ્યું છે કે આ મારી ભૂલ છે અને હું બીજી વખત આવી ભૂલ નહીં કરું. એટલું જ નહીં તેણે ખુદ તેના ફેન્સને પણ રેલવે સ્ટેશન પર રીલ્સ નહીં બનાવવાની અપીલ કરી હતી. પરંતુ દસ દિવસ બાદ જ તેણે પાછું હમ નહીં સુધરેંગેના ન્યાયે રેલવે સ્ટેશન પર રીલ્સ બનાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button