નેશનલ

Arvind Kejriwalના ઘર પર દરોડા પડવાના અહેવાલો અફવા: ED

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે કથિત દારૂ નીતિ ‘કૌભાંડ’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવાના AAP નેતાઓના આરોપોને ફગાવી દીધા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની કોિ યોજના નથી. તેમને હવે ચોથું સમન્સ બજાવવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડવાની આજે એવી કોઈ યોજના નહોતી.

દરમિયાન, ED કેજરીવાલના દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે હાજર ન થવાના કારણ અંગે ફેડરલ એજન્સીને આપેલા જવાબની તપાસ કરી રહી હતી અને તેમને ચોથું સમન્સ જારી કરવામાં આવશે , સૂત્રોએ જણાવ્યું હતું. AAPના વડા અરવિંદ કેજરીવાલ સહિત બધા નેતાઓને એવી ખાતરી હતી કે આજે ઇડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે જ. એમની ગેરહાજરીમાં દિલ્હીના મુખ્ય પ્રધાનપદનો કાર્યભાર કોણ ચલાવશે એની પમ ચર્ચા તેમણે કરી લીધી હતી અને એવું જાણવા મળ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની દિલ્હીનો કાર્યભાર સંભાળશે.

જોકે, હવે કેજરીવાલની ધરપકડ કરવાના સમાચાર અફવા સાબિત થયા હોવાથી હાલ પુરતું તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે., એમ લાગી રહ્યું છે. દરમિયાન, AAP એ જાહેરાત કરી છે કે કેજરીવાલ 6 થી 8 જાન્યુઆરીની વચ્ચે ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર જશે. દિલ્હીના મુખ્ય પ્રધાન રાજ્યમાં જાહેર રેલીઓ કરશે કારણ કે પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. કેજરીવાલ જેલમાં ધારાસભ્ય ચૈતર બસાવાને પણ મળશે અને તેમના પરિવારને પણ મળશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button