ટોપ ન્યૂઝનેશનલ

Electoral bonds: વર્ષ 2022-23માં ભાજપને રૂ. 250 કરોડથી વધુનું દાન મળ્યું, બાકીના પક્ષોને આટલું દાન મળ્યુંનવી

દિલ્હી: ચૂંટણી પ્રક્રિયામાં સુધારણા માટે કામ કરતી એક NGO એ રાજકીય પક્ષોને મળેલા દાન અંગે માહિતી જાહેર કરી હતી. સંસ્થાના અહેવાલ મુજબ ચૂંટણી ટ્રસ્ટો તરફથી વર્ષ 2022-23માં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને જ 70 ટકાથી વધુ ફંડ મળ્યું હતું. સંસ્થાએ જણાવ્યું કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને લગભગ 25 ટકા દાન મળ્યું હતું.

અહેવાલના વિશ્લેષણ અનુસાર, 39 કોર્પોરેટ અને બિઝનેસ હાઉસ છે જેમણે ચૂંટણી ટ્રસ્ટમાં રૂ. 363 કરોડથી વધુનું યોગદાન આપ્યું છે.અહેવાલ મુજબ 34 કોર્પોરેટ અને બિઝનેસ હાઉસે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 360 કરોડથી વધુનું યોગદાન આપ્યું હતું, જ્યારે એક કંપનીએ ‘સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટ’માં રૂ. 2 કરોડનું યોગદાન આપ્યું હતું. બે કંપનીઓએ ‘પરિવર્તન ઈલેક્ટોરલ ટ્રસ્ટ’ને રૂપિયા 75.50 લાખનું યોગદાન આપ્યું હતું અને ‘ટ્રાયમ્ફ ઈલેક્ટોરલ ટ્રસ્ટ’ને બે કંપનીઓએ રૂપિયા 50 લાખનું યોગદાન આપ્યું હતું. શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ચૂંટણી ટ્રસ્ટમાંથી તમામ રાજકીય પક્ષોને મળેલા દાનમાંથી ભાજપને 259.08 કરોડ રૂપિયા મળ્યા હતા જે કુલ દાનની રકમના 70.69 ટકા થાય છે. BRSને કુલ દાનના 24.56 ટકા એટલે કે 90 કરોડ રૂપિયા મળ્યા હતા.સંસ્થાએ જણાવ્યું હતું કે અન્ય ત્રણ રાજકીય પક્ષો – YSR કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ -ને કુલ મળીને રૂ. 17.40 કરોડ મળ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 256.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જ્યારે 2021-22માં તેણે 336.50 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સમાજ ઇલેક્ટોરલ ટ્રસ્ટ એસોસિએશને 2022-23માં ભાજપને તેની કુલ આવકમાંથી 1.50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટે કોંગ્રેસને રૂ. 50 લાખનું દાન આપ્યું હતું, જ્યારે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ચાર રાજકીય પક્ષો – BJP, BRS, YSR-કોંગ્રેસ અને AAPને દાન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button