જમ્મુ: હિમાલયના પહાડી વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી થોડા સમયના અંતરે ભૂકંપના આંચકાઓ (Earthquake) અનુભવાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કિશ્તવાડની ધરતી ધ્રુજી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ(Kishtwar) જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ ગુરુવારે ૦૦.38 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર કિશ્તવાડ નજીક હતું. ભૂકંપ 33.34 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 76.67 ડિગ્રી રેખાંશ વિસ્તારમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. અને કડકડતી ઠંડીમાં ઘરની બહાર આવવાની ફરજ પડી હતી. કાશ્મીરમાં આ સમયે કાતિલ ઠંડી પડી રહી છે.