પુરુષ

ઘનિષ્ઠ સબંધમાં તિરાડ પડ્યાનો અણસાર ક્યારે આવે?

પ્રિયજન કે મિત્ર સાથે ના સબંધ કેવી રીતે તરડાઈ રહ્યા છે એ જાણવા માટે આ જાણવું જરુરી છે!

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

‘પ્રેમ’ અને ‘મૈત્રી’
આ બન્ને શબ્દ આપણાં મન- હદયથી બહુ નજીક છે. બન્નેના અર્થ ભલે ભિન્ન હોય,પણ એકબીજા સાથે પરોક્ષ રીતે સંકળાયેલાં છે. મિત્ર કે મિત્રતાની
વાત નીકળે એટલે એમાં પ્રેમ ડોકાય જાય-બીજા માટેની લાગણી પણ વર્તાય. બે વિજાતીય વ્યક્તિ જાણતા- અજાણતા પ્રેમમાં પડે ત્યારે એમાંય મૈત્રી પ્રથમ પગલું બની નિકટતા સર્જે છે દુનિયાભરની ભાષાઓમાં પ્રેમ અને મૈત્રી વિશે
અનેક વ્યાખ્યા-પરિભાષા- અવતરણ લખાયાં છે – બોલાયાં છે- ટંકાતાં પણ આવ્યાં છે.

આ તો પ્રેમ કે મૈત્રી ફ્ળે-ફૂલે-વિસ્તરે ત્યારની વાત, પણ એમાંથી એકાદ વિફરે ત્યારે? બે પ્રિયજન વચ્ચે તિરાડ પડે કે બે મિત્ર વચ્ચે અંટશ સર્જાય ત્યારનો સિનારિયો કઈંક અજુગતો અને અણગમતો હોય છે.

કેટલાંક પ્રકારનાં મહેકતાં પુષ્પો કરમાય ત્યારે એની દુર્ગંધ માથું ફાડી નાખે. એવું જ મૈત્રી અને પ્રેમનું છે.

મૈત્રી કે પ્રેમ જેમ ધડાકાબંધ થાય તેમ ધીરે ધીરે પણ વિકસે અને કેટલીક વાર તો એ બન્ને ધીમે ધીમે એવા વિરમી જાય
કે બન્ને પક્ષને અણસાર પણ ન આવે.

જો કે, આવા ઓસરી જતા પ્રેમ અને મિત્રતાનાં કેટલાંક કારણનું મનોચિકિત્સોએ પૃથક્કરણ પણ કર્યું છે. એનાં અમુક
તારણ પણ નવી દિશા ચીંધે એવાં છે, જેમકે બે વ્યક્તિની મિત્રતા (કે પછી પ્રેમ )નાં વળતાં પાણી થઈ રહ્યાં છે એ કંઈ રીતે ખબર પડે?

એનાં નાનાં-મોટાં એંધાણ અનેક રીતે મળી આવે,પણ કેટલાંક ચોક્કસ સિમ્પટમ – લક્ષણને સમજી લો તો આછો અંદાજ જરૂર આવી જાય કે પ્રેમ કે મૈત્રી સંબંધ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. ઉદાહરણ તરીકે તમારો સાથી સતત તમારી સાથે રહેવા ઈચ્છે. તમારાથી છૂટાં પડવું એને ન ગમે. તમારી દરેક વાત-કાર્ય જાણવાનો એવો દુરાગ્રહ કરે જાણે તે એનો જન્મસિદ્ધ અધિકાર હોય.
ક્યારેક આ વલણ તમારી સાથેની એની વાતચીતમાં પણ પ્રગટે. એની ભાષા રુક્ષ -તોછડી પણ બને.

જ્યારે તમે ખરેખર એકાંત ઈચ્છતા હો- તમે માત્ર એકલા તમારી જ સાથે સમય વીતાવવા- ખય ઝશળય ઈચ્છતા હો ત્યારે એ એમાં ખાતર પાડે અને હા, તમારા
સાથી સાથેના સબંધમાં પરાકાષ્ઠા ત્યાર આવે કે એ તમારાથી અજાણતા તમારાં પરિવારના સભ્યો સાથે તમારી દિનચર્યા જાણવાનો પ્રયાસ કરવા માંડે આવી
એની ગતિવિધિ-જાસૂસીનાં આવાં
ચિન્હો બન્ને વચ્ચે તિરાડ પહોળી થઈ રહ્યાનાં છે.

મિત્ર (કે પ્રેમી)ની દરેક વાતમાં અચાનક અણધાર્યા વળાંક આવવા લાગે. રૂબરૂ
મળે ત્યારે પણ તમારી સાથે નાટ્યાત્મક રીતે વર્તવા લાગે અને આ પ્રકારની
ઘટનાથી પોતે બહુ ‘પરેશાન છે’ એવું
કહી તમારી પાસે એના ઉકેલ માગે
અને એની વાત ગંભીરતાથી લઈને
તમે એના દુ:ખે દુ:ખી થઈ જાવ… (આને માનસચિકિત્સકો ‘સેક્ધડ હેન્ડ સ્ટ્રેસ ’ કહે છે). આ રીતે દુ:ખી થઈને પછી
એના માટે જોઈતા ઉકેલ શોધો-સૂચવો
અને પછી એને તમારો કે તમારી પ્રિયજન ગંભીરતાથી પણ ન લે ત્યારે અચૂક
સમજી લેવું કે મિત્ર કે પ્રિય વ્યક્તિ સાથેના તમારા સબંધ ખોટી દિશામાં ફંટાઈ
રહ્યા છે.

ઘનિષ્ઠ સબંધમાં સમય વીતતા તમારી સાથેનું પાત્ર પરોક્ષ રીતે તમારું લોહી પીવા- ‘ચૂસવા’ માંડે.

(મનોચિકિત્સકો આના માટે ‘ઈમોશનલ વેમ્પાયર’ શબ્દ વાપરે છે.)
એ સતત નકારાત્મક વાત – વિચારોનું જાણે તમારા પર કારપેટ ‘બોમ્બાડિઁગ’ કરે તમારી ભાવના-લાગણી ક્ષુબ્ધ થઈ જાય- કુંઠિત થઈ જાય એવા માનસિક અત્યાચાર કરે…
એ લોકો આવું કેમ કરે છે?

એમને ખુદને ખબર નથી હોતી કે એ ડિપ્રેશન – માનસિક ઉદાસીનતા અને ઈન્ફિયારિટી કોમ્પલેક્ષ એટલે કે હીન ભાવનાથી પીડાઈ રહ્યા છે..તે બધામાંથી બહાર આવવા અજાણતા જ એ આવા પ્રકારનું વર્તન કરતાં હોય છે.

આવે વખતે સામેના પાત્ર તરીકે તમે હો તો શું કરવું જોઈએ?
વેલ, આવા સંજોગમાં અમદાવાદના એક પ્રસિદ્ધ મનોચિકિત્સક સલાહ આપતા
કહે છે:
‘બે વ્યક્તિ વચ્ચેના ઘનિષ્ઠ સબંધ વખતે અનેક કિસ્સામાં આવું થતું રહે છે અને આવું થાય ત્યારે સામેના પાત્રના નકારાત્મક વિચાર- વર્તણૂકથી
આપણે પ્રયત્નપૂર્વક ૧૦ ગજ દૂર રહેવું જોઈએ!’ (સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button