લાડકી

છોકરીઓને સ્વપ્ન જોવા દો…!!!

વિશેષ -અંતરા પટેલ

મારો ઉછેર ગુજરાતના એક નાના કસ્બામાં થયો હતો. કેબલ ટીવી શરૂ થયા પછીની આ વાત છે. ટીવી સાથે સંકળાયેલી બે ખાસ વાત હજુ મારી યાદમાં તાજી છે. નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ વિશેષ કાર્યક્રમ જોવાનો. પાછળથી ગણતરી શરૂ કરવી અને જેવા ઘડિયાળમાં ૦૦.૦૦ વાગે તે પછી “ટીનેજર આન્ટીઓની સાથે “હેપ્પી ન્યૂ યરની શુભેચ્છા જોરજોરથી બૂમો પાડવી. બ્યૂટી કોન્ટેસ્ટમાં આત્મવિશ્ર્વાસથી ભરેલી યુવતીઓને ટીવી સ્ક્રીન સાથે ચોટીને જોવી, તાકતા રહેવુ, મિસ ઈન્ડિયા કોણ બને તેની શરત લગાવવી અને તે મિસ યુનિવર્સ અવોર્ડ પણ જીતે તેવી પ્રાર્થના કરવી.

સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી ત્યારે હું સાત વર્ષની હતી. મને તેમના વ્યક્તિત્વ, તેમની અદા અને તેમની સામાન્ય પૃષ્ઠભૂમિથી હું ખૂબ જ પ્રભાવિત થઈ હતી. લારા દત્તા જ્યારે મિસ યુનિવર્સ બની ત્યારે હું ૧૩ વર્ષની હતી તે પછી તેમણે જે પણ ઈન્ટરવ્યૂ આપ્યા હતા તે મેં ધીરજથી જોયા હતા, સાંભળ્યા હતા. જોકે તે સ્પર્ધાની રનરઅપ મિસ ઈન્ડિયા દિપા મિર્ઝા મારા દિલની વધુ નજીક હતી. બ્યૂટી ક્ધટેસ્ટના વિશ્ર્વમાં હું રસ ધરાવતી હતી પણ તેમાં ભાગ લેવાનો વિચાર મને કોઈ દિવસ આવ્યો ન હતો. હું એવી કિશોરી હતી જેને સ્કૂલમાં “જાડી કહીને ચીડવવામાં આવતી હતી તે પણ એક સંભવિત કારણ હતું. દુનિયા ઝીરો-સાઈઝની દીવાની છે જ્યાં જાડા હોવું અને સુંદર હોવાનું કોમ્બિનેશન સારું નથી ગણાતું. આવા વલણ સામે મને કોઈ વાંધો પણ નથી અને મિસ ઈન્ડિયા બનવાની ઈચ્છા પણ નહીં થઈ. આ ખીર મારે માટે બની જ નહીં તેવું હું કહી શકુ છું. એન્ટિલિયામાં રહેવું અથવા ચંદ્રની ડાર્ક સાઈડ પર લેન્ડ કરવું અન્યો માટે છે તે જ રીતે મિસ ઈન્ડિયા બનવાનું અન્ય છોકરીએ માટે છે, મારા માટે નહીં. (એન્ટિલિયા મુકેશ અંબાણીનું નિવાસસ્થાન છે.)

હવે બે દશકથી વધુ સમય પસાર થયો છે. ગંગામાં ઘણું પાણી વહી ગયું છે અને દુનિયામાં પણ ઘણું બદલાયું છે. એક સમય એવો હતો કે મારી સાઈઝના ટોપની ખરીદી કરવા માટે મથામણ કરવી પડતી હતી અને હવે સંખ્યાબંધ બ્રાંડ પ્લસ-સાઈઝ કલકેશનમાં ઉપલબ્ધ છે. મારી જેવી બિગ ગર્લ્સ (જાડી છોકરી) માટે જીવન થોડું સરળ બન્યું છે. ડૉક્ટર હજુ પણ અમારા જેવાને ચેતવતા હોય છે અને માથામાં સહેજ દુખાવો હોય કે વધુ ગંભીર લક્ષણ માટે અમારા “વજનની ભૂલ કાઢતા હોય છે. દોસ્તો અને સગાઓ વજન ઘટાડવાની વણમાગી સલાહ આપતા હોય છે. જોકે તમામ લોકો સાંભળો. હવે અમે પણ સ્ટાઈલિશ વસ્ત્રો પહેરી શકીએ છે અને “બોડીશેમિંગના ભંગ કરવાનું તેમણે બંધ કરવુ જોઈએ. આ પરિવર્તન છે તેમ છતાં બ્યૂટી અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં માન્યતાઓ બદલી નથી, યથાવત્ જ રહી છે.

મહિલાઓ, ખાસ કરીને કિશોરીઓ હંમેશાં આલુચિપ્સની જેમ પાતળી રહે તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. તેમના ફલૂઈડ ઈનટેક (પ્રવાહી પદાર્થો પીવું) પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે કારણ કે “વોટર રિટેન્શનથી બ્લોટિંગ (સોજો) ન આવી જાય. બ્યૂટી ક્વિન્સ કહેતી હોય છે કે “બ્યૂટી સ્પર્ધાના દિવસો દરમ્યાન તેમણે “ડાયેટ ચાર્ટનું કડક પાલન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું સૌંદર્ય સાબિત કર્યા પછી પણ તેમને સુંદરતા જાળવવાના મુશ્કેલ માપદંડોથી છુટકારો મળતો નથી કારણ કે ટીકાકારોની નજર તેમના પર કાયમ મંડાયેલી હોય છે. મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાજ કૌરની ઘણી વાર ટીકા કરવામાં આવે છે કે તેમનું વજન વધી ગયું છે, પણ તેમણે ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે તેમને સીલિએક રોગ છે. આ રોગમાં ઘઉંની બનેલી આઈટમથી આંતરડામાં સોજો ચડી જાય છે. આવી પૃષ્ઠભૂમિમાં શું પ્લસ-સાઈઝ છોકરી બ્યૂટી ક્ધટેસ્ટમાં ભાગ લેવાનું સ્વપ્ન પણ જોઈ શકે છે?

જોકે નવેમ્બર ૨૦૨૩ના ઘટનાક્રમ પછી આશા જાગે છે મિસ નેપાલ જે દીપિકા ગર્રેટના ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થયા તે પછી માનસિકતામાં બદલાવ આવ્યો છે. મિસ યુનિવર્સ ક્ધટેસ્ટમાં સ્વિમવેર અને બેર-બેક તથા ડીપ નેકલાઈનમાં આત્મવિશ્ર્વાસ સાથે જોવા મળે છે. ૨૨ વર્ષીય સુંદરી પોતાના અન્ય સ્પર્ધકોથી સૂંપર્ણ રીતે જુદી છે અને ભૂતકાળના હજારો સુંદર સ્પર્ધકોથી પણ જુદી તરી આવે છે. તે જાડી નથી પણ “કર્વી (સુડોળ) છે તેવી દલીલ પણ કેટલાક કરી શકે છે. જોકે બ્યૂટી ક્ધટેસ્ટના સ્પર્ધકો અને આવી સ્પર્ધાના સમાચારો, ફોટો જોનારી છોકરીઓને ખબર છે કે આ ઘણી મોટી ક્રાન્તિ છે. મિસ યુનિવર્સના ૭૦ વર્ષથી પણ વધુના ઈતિહાસમાં પ્લસસાઈઝ સ્પર્ધકે ભાગ લીધો તે સમાવેશકતાની તરફ પહેલું પગથિયુ છે. આ શ્રેય દક્ષિણ એશિયાની યુવતીને મળ્યું તે પણ સારી વાત છે. મારા કિસ્સામાં તો બ્યૂટી ક્ધટેસ્ટસ માટેનો મારો ક્રેઝ ભૂતકાળ બની ગયો છે હું હવે આવી સ્પર્ધાઓને બિનજરૂરી સમજુ છું. સૌંદય શું છે તે કોણ નક્કી કરશે? જોકે યુવાનોને ખાસ કરીને, યુવતીઓને સ્વપ્ન જોવા દો મિસ નેપાલ મિસ યુનિવર્સના મંચ સુધી પહોંચવું પણ સ્વપ્ન સેવવાથી શકાય થઈ શકય હતું. મારા ભીતરની સાત વર્ષની બાળકી હકીકતમાં ખુશ છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત