નેશનલ
ટેસ્ટના પહેલા દિવસે પડી ૨૩ વિકેટ
ભારતના છ ખેલાડીના ઝીરો: આજે હિસાબ સરભર?
કેપ ટાઉન : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં બીજી ટેસ્ટના પહેલા દિવસે ફાસ્ટ બોલરોને જોરદાર અન-ઇવન બાઉન્સ અપાવતી પિચ પર કુલ ૨૩ વિકેટ પડી હતી. યજમાન ટીમનો પ્રથમ દાવ સિરાજની છ વિકેટને કારણે માત્ર પંચાવન રનમાં સમેટાઈ ગયો હતો, પણ એ પછી ભારતીય ટીમે ૧૫૩ રન બનાવીને ૯૮ રનની લીડ તો લીધી એમ છતાં ટીમની મોટી નામોશી તો થઈ જ હતી. ૧૫૩ રનના એક જ સ્કોર પર ભારતે છેલ્લી છ વિકેટ ગુમાવીને નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો. છ ભારતીય બૅટર્સ શૂન્ય પર આઉટ થયા હતા. સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં ૧૭ ઓવરમાં ૬૨ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. કેપ ટાઉનના ન્યુલૅન્ડ્સની પિચ પર વિવાદ થશે તો નવાઈ નહીં લાગે, પરંતુ તમામ ૨૩ વિકેટ પેસ બોલર્સે લીધી હતી એ જરૂર વિક્રમ ગણાશે.