આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકાર કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે નવા નિગમની સ્થાપના કરશે

નવા કોર્પોરેશનની સ્થાપના માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પેનલની રચના

મુંબઈ, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમની તર્જ પર કાપડ ઉદ્યોગ માટે એક નવું નિગમ સ્થાપવાનું નક્કી કર્યું છે.

કોર્પોરેશનને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવશે, જે રાજ્યના ત્રણ વર્તમાન ટેક્સટાઇલ કોર્પોરેશનો – મહારાષ્ટ્ર સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશન, મહારાષ્ટ્ર સ્ટેટ પાવરલૂમ કોર્પોરેશન લિમિટેડ અને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સટાઇલ કોર્પોરેશનને વિલીનીકરણ કર્યા પછી સ્થાપિત કરવામાં આવશે.

સરકારે એમએસટીડીસીની સ્થાપના માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે, જેનો ઉદ્દેશ કાપડ ઉદ્યોગના વિકાસ માટે ટકાઉ અને ફળદ્રુપ વાતાવરણ વિકસાવવાનો છે. ટેક્સટાઇલ, ફાઇનાન્સ, પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીઝ અને કાયદા અને ન્યાય વિભાગના મુખ્ય સચિવો અને અન્ય અધિકારીઓ આ સમિતિનો ભાગ છે જે કાયદો ઘડવા માટે ડ્રાફ્ટ તૈયાર કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમએસટીડીસીની સ્થાપના રાજ્યની નવી સંકલિત અને ટકાઉ કાપડ ઉદ્યોગ નીતિ ૨૦૨૩-૨૮ હેઠળ કરવામાં આવશે, જેને ગયા વર્ષે મે મહિનામાં રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનો ઉદ્દેશ નજીકના ભવિષ્યમાં આ ક્ષેત્રમાં રૂ. ૨૫,૦૦૦ કરોડનું રોકાણ આકર્ષવાનો અને રાજ્યના કપાસ ઉત્પાદન ઉદ્યોગમાં રોકાણને વેગ આપવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે નવી નીતિ મુજબ, ટેક્સટાઇલ કમિશનરેટ અને સિલ્ક ડિરેક્ટોરેટને મર્જ કરીને ટેક્સ્ટાઇલ અને સિલ્ક કમિશનરેટ બનાવવામાં આવશે, અને પ્રાદેશિક સ્તરે ઓફિસ પ્રાદેશિક ડેપ્યુટી કમિશનર – ટેક્સ્ટાઇલ અને સિલ્ક તરીકે ઓળખાશે. સરકાર નવી નીતિ હેઠળ રાજ્યભરમાં છ ટેકનિકલ ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે અને આ ક્ષેત્રની આક્રમક વૃદ્ધિ સુનિશ્ર્ચિત કરવા માટે મહારાષ્ટ્ર ટેકનિકલ ટેક્સ્ટાઈલ મિશન પણ હાથ ધરવામાં આવશે. ટેક્સ્ટાઇલ વિભાગ હેઠળના તમામ કોર્પોરેશનોને એમએસટીડીસીમાં મર્જ કરવામાં આવશે અને હાલની કોર્પોરેશનોની તમામ સંપત્તિ એમએસટીડીસીને ટ્રાન્સફર કરવામાં આવશે અને તમામ ચૂકવણીઓનું સરકારના નિર્દેશો અનુસાર પુનર્ગઠન કરવામાં આવશે. એમઆઈડીસીની સ્થાપના મહારાષ્ટ્ર રાજ્ય ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, ૧૯૬૧ હેઠળ કરવામાં આવી છે. તેવી જ રીતે, મહારાષ્ટ્ર રાજ્ય ટેક્સ્ટાઇલ ડેવલપમેન્ટ એક્ટ કાયદા દ્વારા સુયોજિત કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…