આમચી મુંબઈ
દૂધ સબસિડી ફોર્મ્યુલામાં સુધારો કરીને વધુ સમાવેશક બનાવશે: મંત્રી
મુંબઈ: મહારાષ્ટ્રના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દૂધ ઉત્પાદકોને સબસિડી આપવા માટે અગાઉ સ્વીકૃત ફોર્મ્યુલામાં સુધારો કરશે જેથી વધુ ઉત્પાદકોનો સમાવેશ કરી શકાય. નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, વિખે પાટીલે ૨૦ ડિસેમ્બરે કહ્યું હતું કે સરકાર રાજ્યમાં દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર ૫ રૂપિયાની સબસિડી આપશે. દૂધનું ધોરણ ૩.૨ ટકા ફેટ અને ૮.૩ ટકા સોલિડ નોટ ફેટ હોવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સબસિડી વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું, અમે તે ફોર્મ્યુલામાં સુધારો કરી રહ્યા છીએ જેથી કરીને અમે રાજ્યમાં વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને આવરી લઈ શકીએ. આમાં થોડો સમય લાગશે. (પીટીઆઈ) ઉ