આમચી મુંબઈ

મુંબઈમાં ઠંડા-ઠંડા કુલ-કુલ!!! તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ નવા વર્ષમાં બુધવારે પહેલી વખત શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મુંબઈમાં સવારના સમયે અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, તેને કારણે હાઈવે પર વાહનોને વિઝિબિલિટીની તકલીફ થઈ હતી.

મુંબઈગરા લાંબા સમયથી ઠંડીની રાહ જોઈ રહ્યા છે, જે બુધવારે સવારના અનુભવવા મળી હતી. હજી એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૯.૮ ડિગ્રી નોંધાયો હતો. આ અગાઉ ગયા મહિને ૨૬ ડિસેમ્બરના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૭ ડિગ્રી જેટલો નોંધાયો હતો.

બુધવારે સવારના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી કરતા એક ડિગ્રી વધુ હતું. જ્યારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે હતું.

હવામાન ખાતાના અધિકારી સુષમા નાયરે જણાવ્યું હતું કે તાપમાનમાં થોડો ધટાડો થયો હતો, તેનું કારણ દરિયાકાંઠે ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા પવનો જવાબદરા છે. આ સમયગાળા દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે આ મોસમમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.

દિવસ દરમિયાન કોલાબામાં અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૮.૨ ડિગ્રી અને ૩૦.૯ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
નોંધનીય છે કે મુંબઈ માટે સત્તાવાર રીતે શિયાળાનું આગમન ડિસેમ્બરમાં થાય છે અને ફેબ્રુઆરી સુધી રહે છે. નવેમ્બરને ટ્રાન્ઝિશન(સંક્રમણ)નો મહિનો ગણવામાં આવે છે.

મુંબઈમાં ધુમ્મસિયું વાતાવરણ
છેલ્લા અનેક દિવસોથી વાતાવરણમાં વાયુ પ્રદૂષણનું સ્ત વધી ગયું છે, તેમાં ઓછું હોય તેમાં બુધવારે મોડી સવાર સુધી મુંબઈમાં ધુમ્મસિયું વાતાવરણ રહ્યું હતું, તેને કારણે વિઝિબિલિટી બહુ નબળી રહી હતી. ભારતીય હવામાન ખાતાના અધિકારી સુષમા નાયરે જણાવ્યું હતું કે મુંબઈમાં બુધવારે હવામાં પ્રદૂષણની માત્રા મધ્યમ સ્તરની હતી, એટલે કે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ હતું. જ્યારે સપાટીનું તાપમાન ઠંડુ હોય અને તેની ઉપર ભેજવાળી હવાનું સ્તર હોય ત્યારે આવું ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button