આપણું ગુજરાત

ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં એડમિશન માટે કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું હતું. રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હવેથી રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કોલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડ્મિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલા આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળીને એડ્મિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કોલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડ્મિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ.૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે.

શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોમન એડ્મિશન સર્વિસીસ-જીકેસ પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડ્મિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડ્મિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી ‘અરજી એક, વિકલ્પ અનેક’ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડ્મિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડ્મિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે. આ પોર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પીએચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કોમન એડ્મિશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પોર્ટલ થકી અંત આવશે. સામાન્યત: મનપસંદ યુનિવર્સિટી તેમજ કોલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડ્મિશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પોર્ટલનું કામ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker