આપણું ગુજરાત

ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરની હોટલો હાઉસફૂલ: રોજનું ભાડું ૧.૫ લાખ રૂપિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષની સમાપ્તિ બાદ વાઈબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં મોંઘીદાટ હોટેલોનું ભાડું ૧.૫૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તા.૯મી જાન્યુઆરીથી તા.૧૨મી જાન્યુઆરી વચ્ચે હોટલોની માંગ એટલી વધી ગઈ છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વ્યાજબી દરે રૂમ ન મળતાં લોકો વડોદરા અને સુરત તરફ વળ્યા છે. સમિટ ઉપરાંત મકરસંક્રાંતિના તહેવારને કારણે હોટલોની માંગ પણ વધી રહી છે. ઉત્તરાયણનો તહેવાર જોવા માટે ઘણા પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે કોર્પોરેટ જગતના લોકોને છેલ્લી ઘડીએ હોટલ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગરમાં તા.૯મી થી તા.૧૨મી જાન્યુઆરી દરમિયાન સમિટ યોજાશે. વાઈબ્રન્ટ સમિટના કારણે અમદાવાદના હોટેલ ઉદ્યોગમાં ભારે તેજી આવી છે. ગાંધીનગર અને અમદાવાદની હોટલોમાં મોટા પાયે બુકિંગ થઈ ગયું છે. વાઈબ્રન્ટ માટે હોટેલ બુકિંગ તા.૯મીથી તા.૧૨મી જાન્યુઆરી સુધી ફુલ થઈ ગયું છે. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટલનું ભાડું રૂ.૨૦ હજારથી રૂ.૧.૫૦ લાખ સુધી પહોંચી ગયું છે, જ્યારે ફાઇવ સ્ટાર હોટલના સ્યુટનું ભાડું રૂ. બે લાખને વટાવી ગયું છે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ૨૦૧૯માં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. જેના કારણે આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ ભારત અને વિદેશના ૭૦ હજાર પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ દિવસમાં એક લાખથી વધુ લોકો ગુજરાતના મહેમાન બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૧૦મી આવૃત્તિ માટે ગુજરાત સરકારે અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમમાં લગભગ ૧ લાખ મહેમાનો આવવાની શક્યતા છે. ગુજરાત સરકારે ૬૦૦ રૂમ બુક કરાવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલો બુક થઈ ગઈ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત