ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Iran Blasts: ઈરાનમાં બે વિસ્ફોટમાં 100થી વધુ લોકોનાં મોત

તહેરાન: ઈરાનના કેમોન શહેરમાં એક પછી એક થયેલા બે વિસ્ફોટમાંથી 100થી વધુ લોકોનાં મોત થયા છે. વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 103 જણનાં મોત થયાં હોવા ઉપરાંત 171 જણ ઘાયલ થયા છે.

ઉપલબ્ધ કરાવેલા આંકડાઓ માટે સમાચાર એજન્સીએ કેરમાન ઈમરજન્સી સર્વિસિસના વડા ડૉ. મોહમ્મદ સાબેરીને ટાંક્યા હતા. જનરલ કાસિમ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલા સમારોહ દરમિયાન આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. રિવોલ્યૂશનરી ગાર્ડના મુખ્ય દળના વડા કાસિમ સોલેમાનીનું જાન્યુઆરી 2020માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું.

હાલના તબક્કે વિસ્ફોટનું કારણ જાણી શકાયું નહોતું. વિસ્ફોટને પગલે થયેલી નાસભાગમાં અમુક લોકો ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું. સોલેમની ઈરાનની સેનાની પ્રવૃત્તિના ઘડવૈયા હતા. વર્ષ 2020માં તેમનાં અંતિમસંસ્કાર દરમિયાન મચેલી ભાગદોડમાં 56 જણનાં મોત અને 200થી વધુ લોકો થયાં હતાં. મીડિયાના અહેવાલ અનુસાર વિસ્ફોટ પછી ઈરાનના સંરક્ષણ પ્રધાન અહમદ વાહિદીએ દાવો કર્યો હતો કે આ બોમ્બ વિસ્ફોટમાં ઈઝરાયલનો હાથ છે અને તેને છોડવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button