સ્પેશિયલ ફિચર્સ

બેંક એકાઉન્ટ ઘણા સમયથી બંધ પડ્યું છે? તો આ સમાચાર જાણી લો..

જે લોકોએ તેમના એકાઉન્ટમાં સતત 2 વર્ષથી બેંક ટ્રાન્ઝેક્શન કર્યા નથી, તેમજ ખાતું ઇનઓપરેટીવ છે, તો તેવા લોકો માટે RBI સારા સમાચાર આપી રહ્યું છે. હવેથી બેંક તમને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદી શકશે નહીં.

ભારતીય રિઝર્વ બેંકે સૂચના આપી છે કે બેંકો શિષ્યવૃત્તિની રકમ અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બનાવેલા ખાતાઓ પર કોઈપણ પ્રકારનો મિનિમમ બેલેન્સ ચાર્જ લાદી શકે નહીં. ભલે આ એકાઉન્ટ્સનો ઉપયોગ 2 વર્ષથી વધુ સમયથી ન થયો હોય.

જો કે બેંકોએ હંમેશા સેવિંગ્સ એકાઉન્ટ ઇનઓપરેટિવ હોવા છતાં તેના પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. જો સરકારી યોજના ખાતાઓમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તેને ઇનએક્ટીવ ગણવામાં આવશે નહીં. ઉપરાંત, મિનિમમ બેલેન્સ પેનલ્ટી પણ લાદવામાં આવશે નહીં.

નવા નિયમો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તેમના ખાતા ઇનઓપરેટિવ હોવા વિશે SMS, લેટર અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવાની રહેશે. આ સિવાય જો તે ખાતાનો માલિક જવાબ ન આપે તો, જે વ્યક્તિએ એકાઉન્ટ હોલ્ડર અથવા તે ખાતાના નોમિનીનો પરિચય આપ્યો છે તેનો સંપર્ક કરવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button