સ્પોર્ટસ

IND VS SA: આફ્રિકાના ધબડકા પછી ટીમ ઈન્ડિયાએ કર્યા મોટા બ્લન્ડર, જાણો શું કર્યું?

કેપટાઉનઃ અહીંયા દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને પંચાવન રનમાં ઓલઆઉટ કર્યું હતું. આમ છતાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ પણ ઘાતક બોલિંગ કરતા ટીમ ઈન્ડિયાના ધુરંધરો 153 રનમાં પેવેલિયન ભેગા થયા હતા.

આજની ટેસ્ટ મેચ માટે સૌથી મોટી શરમની વાત એ હતી કે એક દિવસમાં બે ટીમ ઓલઆઉટ થઈ હતી, જેમાં ભારતીય ટીમના છ પ્લેયર ઝીરોમાં આઉટ થયા હતા. સૌથી શરમની વાત એ હતી કે 22.2 ઓવર સુધી ભારતે ચાર વિકેટ ગુમાવ્યા પછી લાગતું હતું ભારત આગળ રમી શકશે. આમ છતાં 33.3 ઓવરમાં ચોથી વિકેટ ગુમાવ્યા પછી ભારત બીજા અગિયાર બોલમાં છ વિકેટ ગુમાવી હતી. ભારતની છેલ્લી છ વિકેટ 153 રન (11 બોલ)ના સ્કોરે પડી હતી. ભારતે 153 રન કર્યાં હોવા છતાં આફ્રિકાએ 24 રન એક્સ્ટ્રા આપ્યા હતા.

ભારતીય ટીમ 34.5 ઓવરમાં માંડ 153 રન કરી શક્યું હતું, જેમાં વિરાટ કોહલીએ 59 બોલમાં 46 રન કરી શક્યો હતો. પચાસ બોલમાં 39 રન રોહિત શર્માએ કર્યા હતા, જ્યારે શુભમન ગિલે પંચાવન બોલમાં 36 રન કર્યા હતા.

એના સિવાય યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મહોમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા ઝીરો રને આઉટ થયા હતા. ઉપરાંત, મુકેશ કુમાર ઝીરો રને રમતમાં રહ્યો હતો. ભારતીય ટીમને ઘરભેગી કરવામાં રબાડા, લુંગી નગિડી અને નાંદ્રે બર્ગરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મેર્કો જેન્સનને કોઈ વિકેટ મળી નહોતી. 34.5 ઓવરમાંથી સાત ઓવર મેઈડન ફેંકી હતી.

ટોસ જીતીની દક્ષિણ આફ્રિકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આફ્રિકાની ડીન એલ્ગરની સુકાની હેઠળની ટીમ 23.2 ઓવરમાં પંચાવન રને ઓલઆઉટ થઈ હતી. આફ્રિકાને ઓલઆઉટ કરવામાં ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજે આફ્રિકાની અડધોઅડધ ટીમના પ્લેયરને આઉટ કર્યાં હતા, જ્યારે મૂકેશ કુમાર અને બુમરાહે બબ્બે વિકેટ લીધી હતી.

આફ્રિકા પંચાવન રનમાં ઓલઆઉટ થવા છતાં બે પ્લેયર ઝીરો રનમાં આઉટ થયા હતા. ભારતીય ટીમના બોલરમાં સાત મેઈડન ઓવર નાખી હતી. એક જ દિવસમાં બે ટીમ ઓલઆઉટ થવાને કારણે કેપટાઉન વધુ એક વખત આ નબળા રેકોર્ડને કારણે યાદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button