પાકિસ્તાનમાં ડોક્ટરનું ભણ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકતા નથી કારણકે….
દરેક બાળક જ્યારે સમજતું થાય છે ત્યારે તે કંઈ બનવાનું વિચારે છે અને તેના માટે તે મહેનત પણ કરે છે અને બાળકો પોતાનું સપનું પૂરું કરવું હોય તો તેમણે મહેનત અને લગનથી ભણવું પડે છે. જેના માટે આજ કાલ નવા ટ્રેન્ડ પ્રમાણે બાળકો હવે વિદેશમાં ભણવા જાય છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે વિદેશમાં ભણવા જવું હોય પરંતુ આર્થિક રીતે એટલા મજબૂત ના હોય એટલે વિદ્યાર્થીઓ સસ્તા વિકલ્પ શોધે છે. અને પોતાનું ભવિષ્ય જોખમમાં નાખે છે. આવું જ કંઈક કર્યું કેટલાક વિદ્યાર્થીઓએ. જમ્મુ-કાશ્મીરના 107 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જાણતા ન હતા કે પાડોશી દેશ પાકિસ્તાન જવાનું તેમને આટલું મોંઘું પડશે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે આ વિદ્યાર્થિનીઓ પાડોશી દેશમાં જઈ શકતી નથી.
પાકિસ્તાની કોલેજોમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ લગભગ 10 થી 15 લાખ રૂપિયા આવે છે. જ્યારે ભારતની સરખામણીમાં તે સસ્તું છે. આ ઉપરાતં ભારતમાં સરકારી મેડિકલ સીટો ઘણી ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓને મોંઘી પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં જવું પડે છે. આથી વિદ્યાર્થીઓ સસ્તા વિકલ્પ માટે બાંગ્લાદેશ અને યુક્રેન સહિત ઘણા દેશોમાં જાય છે. જમ્મુ-કાશ્મીરના લગભગ 107 મેડિકલ સ્ટુડન્ટ્સે પણ આવું જ કંઈક કર્યું, આ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પાડોશી દેશ પાકિસ્તાનને પસંદ કર્યું. ત્યારે હવે પાકિસ્તાનથી મેડિકલનો અભ્યાસ પૂરો કરવા છતાં આ વિદ્યાર્થીનીઓને ભારત સાથેના ખરાબ સંબંધોના કારણે પાકિસ્તાન મેડિકલનું પ્રમાણપત્ર નથી આપી રહ્યું. હવે મેડિકલ સર્ટિફિકેટના અભાવે આ વિદ્યાર્થીનીઓ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની દ્વારા યોજાતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષામાં બેસી શકતા નથી.
નેશનલ કોન્ફરન્સના સાંસદ હસનૈન મસૂદીએ આ ઘટના બાબતે કહ્યું હતું કે અમે ગૃહ મંત્રાલયના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયજીને ફરી મળીશ અને સરકાર પાસે માંગ કરીશ કે તમામ કાશ્મીરી મેડિકલ વિદ્યાર્થીઓને પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવે જેથી તેઓ ત્યાંથી તેમના મેડિકલ સર્ટિફિકેટ મેળવી શકે જો કે હવે પ્રમાણપત્ર ના મળે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ માટે તેમનું ભણતર સાવ નકામું છે.