સ્પોર્ટસ

IND VS SA 2nd Test: ચાલુ મેચમાં Virat Kohli શું કરવા લાગ્યો? ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર અને બેટ્સમેન વિરાટ કોહલી પોતાની ગેમ સિવાય મેદાન પર દર્શકોને એન્ટરટેઈન્ટમેન્ટ કરવામાં પણ એકદમ માહેર છે અને તે અવારનવાર ચાલુ મેચમાં કંઈકને કંઈક એવું કરે છે કે તે સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગે છે.

આવું જ કંઇક સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ જોવા મળ્યું હતું. IND VS SA 2nd Testમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર કેશવ મહારાજ જયારે બેટિંગ પીચ પર આવ્યો ત્યારે સ્ટેડિયમમાં ફિલ્મ આદિપુરુષનો ગીત ‘રામ સિયા રામ’ વાગી રહ્યું હતું એ સમયે વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું હતું કે તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું હતું.

દર વખતે જ્યારે જ્યારે કેશવ મહારાજ બેટિંગ કરવા ઉતરે છે ત્યારે આ ગીત ચોક્કસ વાગે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર કેએલ રાહુલે પણ આ અંગે કેશવ મહારાજ સાથે વાત કરી હતી અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.

પાછા ફરીએ અને આજની મેચ વિશે વાત કરીએ આ જોઇને કિંગ કોહલી એકદમ ખુશમખુશ થઈ ગયો હતો અને જેવું આ ગીત વાગ્યું એટલે તેણે તરત જ હાથ જોડ્યા હતા અને ભગવાન રામની જેમ ધનુષ ચલાવવાની એક્ટિંગ પણ કરી હતી. કિંગ કોહલીનો આ અનોખો અંદાજ જોઇને મેદાનમાં હાજર ક્રિકેટપ્રેમીઓ પણ એકદમ ખુશ થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જયારે કેશવ મહારાજ ભારત સામે ત્રીજી અને અંતિમ વનડે મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હતો એ સમયે પણ આ જ ગીત વગાડવામાં આવ્યું હતું અને એ વખતે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલે કેશવ મહારાજને હસીને કહ્યું હતું કે મહારાજ, તમે જ્યારે પણ મેદાનમાં આવો છો ત્યારે ડીજે ‘રામ સિયા રામ’ ગીત વગાડે છે જેના પર કેશવ મહારાજ સહમત થયો હતો અને હસવા લાગ્યો હતો.

IND VS SA 2nd Test મેચ ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે કેપ ટાઉનમાં રમાઈ રહી છે અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ટીમ સાઉથ આફ્રિકા માટે બેક ફાયર સાબિત થયો હતો અને સાઉથ આફ્રિકાની ટીમ 55 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત