નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ભારત પહેલી વાર સ્પેસએક્સ અને ફાલ્કન-9 દ્વારા પોતાનું સૌથી ભારે સેટેલાઇટ લૉન્ચ કરશે….

નવી દિલ્હી: ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ભારે ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરવા માટે સ્પેસ એક્સ પર નિર્ભર રહેશે. પહેલીવાર ઈસરો અને ફાલ્કન-9 હેવી લિફ્ટ લાંચરનો ઉપયોગ કરીને આ ભારતીય મિશન માટે ફ્લોરિડાથી ઉડાન ભરી શકે છે.

ત્યારે આ બાબત પરથી સમજી શકાય છે કે ઇસરો પાસે હજુ પણ એવા રોકેટ નથી જે એકદમ ભારે ઉપગ્રહને લોન્ચ કરી શકે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ભારતને સ્પેસ એક્સના પાસે એટલા માટે જવું પડ્યું કારણકે તેમની પાસે આવું ભારે રોકેટ ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે ભારતના પોતાના રોકેટમાં 4 ટનથી વધુ ભારે ઉપગ્રહોને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં છોડવાની ક્ષમતા નથી.

સ્પેસ-એક્સ અને ઈસરો સાથેનો સોદો એક સામાન્ય કરાર છે. કારણ કે ભારત અત્યાર સુધી ભારે ઉપગ્રહો લોન્ચ કરવા માટે ફ્રાંસના એરિયનસ્પેસ કન્સોર્ટિયમ પર નિર્ભર હતું. પરંતુ હવે તે જીસૈટ-20ને ફ્લોરિડાથી લોન્ચ કરશે.

ઈસરો જે GSAT-20 ઉપગ્રહનું નિર્માણ કરી રહી છે તે ઉપગ્રહને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં સંચાર સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ઉપગ્રહનું વજન 4,700 કિગ્રા છે અને તે લગભગ 48Gpbsની ક્ષમતા પ્રદાન કરે છે. તે આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપ ટાપુઓ સહિત સમગ્ર ભારતમાં કવરેજ ધરાવતા વિસ્તારોમાં સેવાઓ પ્રદાન કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button