મલાઇકાનો દીકરો અને રવિનાની દીકરી ડેટિંગ કરી રહ્યા છે? પાપારાઝીથી બચીને ગુપચુપ કારમાં બેઠા…
બોલીવુડના સ્ટાર કિડ્ઝ ફિલ્મો કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય, કેમેરાની નજરો સતત તેમના પર મંડાયેલી રહે છે. તેઓ કોની સાથે ક્યાં જાય છે, એ ઘટનાઓ સતત એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં હોટ ટોપિક બની રહે છે. તાજેતરમાં મલાઇકા અરોરાનો દીકરો અરહાન ખાન અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની એક સાથે કારમાં બેસીને ક્યાંક જતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાતો વાયુવેગે ફેલાઇ રહી છે.
આ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને કેમેરાથી બચીને પોતાની કારમાં બેસતા જોવા મળે છે. હવે તેમના વાયરલ થયેલા વીડિયોને કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમની વચ્ચે કંઈક તો છે. જો કે તેમના અફેર વિશે કંઈપણ કન્ફર્મ નથી થયું, પરંતુ તેમના ડેટિંગની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી થઈ રહી છે.
ગત 24 ડિસેમ્બરના રોજ રાશાએ અરહાનના પિતા અરબાઝ ખાનના બીજા લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન રવિના ટંડન પણ ત્યાં હતી. લગ્નમાં હાજરી આપ્યા બાદ રાશા ફરી એકવાર 2 જાન્યુઆરી 2024ના રોજ અરહાન સાથે જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે રાશા બધા પાપારાઝીને ઇગ્નોર કરીને અરહાનને ફોલો કરતી જોવા મળી રહી છે.