મનોરંજન

કરણ જોહરે ઈન્સ્ટા પર વીડિયો મૂકી ફેન્સને વિચારતા કરી દીધાં કે…

સોશિયલ મીડિયા યુવાનો સુધી પહોંચવાનું સૌથી મજબૂત માધ્યમ છે અને ખાસ કરીને ફિલ્મજગત હવે આ માધ્યમથી જ ફેન્સ સુધી પહોંચે છે. આથી સોશિયલ મીડિયામાં આવતી કોઈ પણ પોસ્ટ જલદીથી ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ બન્યુ છે કે ફિલ્મનિર્માતા કરણ જોહરે એક પોસ્ટ તેના ઈન્સ્ટા અકાઉટ પર કરી અને પછી ફેન્સને વિચારતા કરી મૂક્યા. આ પોસ્ટ તેની હીટ ફિલ્મ વેક અપ સિડ રિલેટેડ છે.

આ વીડિયોમાં ફિલ્મનો અભિનેતા રણબીર કપૂર સૂતેલો દેખાય છે અને કોંકણા તેને વેક અપ સિડ કહીને ઉઠાડતી જોવા મળે છે. આથી ફેન્સ આને વેક અપ સિડની સિક્વલ ગણી રહ્યા છે. અગાઉ આ બન્ને એક્ટર્સનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રણબીર અને કોંકણા એક સીનનું રિહર્સલ કરતા જોવા મળે છે અને તેઓ ક્રૂથી ઘેરાયેલા છે.

વીડિયોમાં રણબીર સફેદ પેન્ટ સાથે બ્લુ શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે કોંકણા વાદળી દુપટ્ટા અને સફેદ પેન્ટ સાથે સફેદ કુર્તામાં જોવા મળી રહી છે. કરણ જોહરે તેને કેપ્શન પણ સસ્પેન્સ જગાવતું આપ્યું છે. પોતાને ખબર નથી પણ આવી સરસ ન્યૂઝ સાથે સવાર થઈ છે તેમ કહી તેણે ફેન્સને વધારે એક્ઝાઈટ કર્યા છે.

હવે ફેન્સને લાગી રહ્યું છે કે આ ફિલ્મની સિકવલની જાહેરાત છે અને ફરી રણબીર અને કોંકણાની જોડી આવી રહી છે. આ ફિલ્મ સેમી કૉમર્શિયલ હતી અને રણબીર અને કોંકણાનો અભિનય વખાણાયો હતો. ફિલ્મ પણ લોકોને ગમી હતી. હવે જોઈએ તેની સિક્વલ છે કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button