Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો, 5.1ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી
ફઘાનિસ્તાન: જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હવે 3 જાન્યુઆરી એટલે કે આજે આર્જેન્ટીના બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બદખ્શાં પ્રાંતમાં બપોરે 01.54 કલાકે 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઇશ્કોશિમથી લગભગ 15 કિમી (9 માઇલ) દક્ષિણમાં હતું.
ભૂકંપનું કેન્દ્ર જમીનના અંદર લગભગ 125 કિમી (78 માઈલ)ની ઊંડાઈએ હતું, જોકે ઉત્તરપૂર્વીય અફઘાનિસ્તાન, દક્ષિણ તાજિકિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનના ભાગોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ નુકસાનની જાણકારી આપવામાં આવી નથી. જો કે આજે અફઘાનિસ્તાનમાં એક નહિ પરંતુ બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં પણ ખાસ બાબત એ છે કે અફઘાનિસ્તાનમાં ફક્ત 30 મિનિટની અંદર જ બે વાર ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા.
પહેલીવાર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપ વખતે તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ મોડી રાત્રે 12.28 મિનિટ અને 52 સેકન્ડે આવ્યો હતો. જ્યારે બીજો ભૂકંપ 12:55 મિનિટ 55 સેકન્ડે આવ્યો હતો. પ્રથમ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 80 કિમી ઊંડે હતું. તેમજ તેનું સ્થાન ફૈઝાબાદના 126 પૂર્વમાં હતું. બીજા ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી 100 કિલોમીટર દૂર હતું. તેમજ અફઘાનિસ્તાનમાં આજે બપોરે પણ ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપના કારણે લોકોમાં ડર જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક દિવસમાં પાંચ વખત ભૂકંપ આવ્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા. તેમજ 1 જાન્યુઆરીના રોજ જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયા છે.