દિલ્હી જતી Indigo ફ્લાઈટમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડીંગ
નવી દિલ્હીઃ ધુમ્મસને કારણે એરલાઈન્સની કામગીરી મોડી થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે બુધવારે પટણાથી દિલ્હી માટે ટેકઓફ થયેલી ઈન્ડિગો (ફ્લાઇટ નં. 2074)માં ખરાબી સર્જાવાથી તેને ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. પટણાથઈ દિલ્હી જતી ફ્લાઇટે ઉડાન ભર્યાના થોડા સમયમાં જ તેને પટણા એરપોર્ટ પર લેન્ડીંગ કરવું પડ્યું હતું. જોકે, સહીસલામત ઉતરાણ થતાં પ્રવાસીઓએ પણ રાહતનો દમ ખેંચ્યો હતો.
પટણા એરપોર્ટના ડાયરેક્ટર આંચલ પ્રકાશે જણાવ્યું હતું કે, પટણાથી દિલ્હી જઈ રહેલા ઈન્ડિગો 2074 પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પટણાથી બપોરે 12:58 કલાકે રવાના થયા બાદ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલરને ટેક્નિકલ સમસ્યાને કારણે પટણા પરત આવવા વિનંતી કરી હતી. આ પછી પ્લેનને તરત જ સુરક્ષિત રીતે પટના પરત લાવવામાં આવ્યું હતું. ટેક્નિકલ સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.
જોકે, હજી સુધી પ્લેનમાં શું ટેક્નિકલ ખામી સર્જાઇ તેની માહિતી જાણવા મળી નથી.