ઇન્ટરનેશનલનેશનલ

ફાંસી આપવામાં દુનિયામાં નંબર-1 છે આ મુસ્લિમ દેશ, ફરી 9 લોકોને ફાંસી આપી

નવી દિલ્હીઃ ઘણા દેશમાં આજે પણ મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે, પણ મોટાભાગના દેશોમાં ફાંસીની સજાની સંખ્યા ઘણી ઓછી છે. જોકે, કેટલાક દેશોમાં આજે પણ આ સજા મોટા પાયે અસ્તિત્વમાં છે. અમે તમને એવા જ એક દેશની વાત કરીશું જ્યા કોઇ પણ ગુના માટે તમને ફાંસીના માંચડે જ લટકાવી દેવામાં આવે છે. આ દેશ મુસ્લિમ દેશ છે. આ દેશ ફાંસીની સજા માટે દુનિયામાં નંબર વન છે. આ દેશ દર વર્ષે સેંકડો લોકોને ફાંસીની સજા સંભળાવે છે અને તેમને ખરેખર ફાંસીને માંચડે પણ લટકાવી જ દે છે. આ વખતે ફરી આ દેશે 9 લોકોને ફાંસી આપી છે. જેના કારણે આ મુસ્લિમ દેશ ફરી ચર્ચામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે આ દેશ શા માટે સૌથી વધુ લોકોને ફાંસી આપે છે?

કટ્ટર મુસ્લિમ દેશ ઈરાન ફાંસીની સજામાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ દેશ અફઘાનિસ્તાન અને યુરોપ વચ્ચે અફીણની દાણચોરીના મુખ્ય માર્ગ પર આવેલો છે. વિશ્વમાં સૌથી વધુ સ્થાનિક અફીણનો ઉપયોગ ઇરાનમાં કરવામાં આવે છે. તેથી, ઈરાનમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં મોટા ભાગે ફાંસીની સજા જ કરવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આમ છતાં અહીંના ગુનેગારોમાં કોઈ ડર નથી. ઇરાને હાલમાં જ ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા 9 લોકોને ફાંસીની સજા આપી છે.


એક અહેવાલ મુજબ ઈરાનમાં 2.8 મિલિયન લોકો ડ્રગ્સ લે છે. અર્દાબિલના ઉત્તર-પશ્ચિમ પ્રાંતની જેલમાં રાખવામાં આવેલા ત્રણ કેદીઓને “હેરોઈન અને અફીણ ખરીદવા અને વેચવાના આરોપમાં ફાંસીની સજા આપવામાં આવી હતી, જ્યારે જ્યારે અન્ય 6 લોકોને “મેથામ્ફેટામાઈન, હેરોઈન અને કેનાબીસ”ની દાણચોરી માટે ફાંસી આપવામાં આવી હતી.


ઈરાની સત્તાવાળાઓ પણ ડ્રગ્સને કારણે હેરાન પરેશાન છે અને તેમણે આ માદક દ્રવ્યોના દુરુપયોગ અને હેરફેર સામે લડવા માટે અનેક ઝુંબેશ શરૂ કરી છે અને પડોશી અફઘાનિસ્તાનમાંથી દાણચોરી કરાયેલા અફીણની મોટા પાયે નિયમિતપણે જપ્તી કરી છે. એક અહેવાલ અનુસાર ઈરાની સત્તાવાળાઓએ 2023 ના પ્રથમ પાંચ મહિનામાં ડ્રગ સંબંધિત ગુનાઓમાં દોષિત ઓછામાં ઓછા 173 લોકોને ફાંસી આપી હતી. ચીનને બાદ કરતા અન્ય કોઇ દેશમાં એક વર્ષમાં આટલા બધા લોકોને ફાંસીની સજા આપવામાં નથી આવતી.


યુરોપિયન દેશ નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રૂપે ગયા વર્ષે નવેમ્બરમાં જણાવ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન 2023 માં 700 થી વધુ લોકોને ફાંસી આપે તેવી અપેક્ષા છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી મોટો આંકડો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button