Metaverseની દુનિયામાં સામૂહિક બળાત્કાર બાદ 16 વર્ષની છોકરી ‘સેક્સ્યુઅલી ટ્રોમેટાઇઝ’ (Rape)
નવી દિલ્હી: બ્રિટનમાં પોલીસ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમમાં કથિત બળાત્કારના પ્રથમ કેસની તપાસ કરી રહી છે. ઓનલાઈન ‘મેટાવર્સ’માં 16 વર્ષની છોકરી પર ‘જાતીય હુમલો’ થયો હતો.અમેરિકાના એક જાણીતા અખબારના અહેવાલ મુજબ, છોકરી તેના અવતાર ‘તેના ડિજિટલ પાત્ર’ પર અજાણ્યા લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યા પછી પરેશાન હોવાનું કહેવાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુવતીએ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરીને એક ઇમર્સિવ ગેમ રમી રહી હતી ત્યારે તેના પર કેટલાક પુરુષો દ્વારા કથિત સામુહિક રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. જો કે, આ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ હોવાથી યુવતી શારીરિક રીતે ઘાયલ થઇ ન હતી, તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે યુવતીએ “વાસ્તવિક દુનિયા” ની બળાત્કાર પીડિતાઓની જેમ જ સમાન ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક આઘાત સહન કર્યો હતો.
એક બ્રિટીશ પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આ બાબત કાયદાના અમલીકરણ માટે ઘણા પડકારો ઉભા કરે છે કારણ કે વર્ચ્યુઅલ રિયાલિટી માટે હાલમાં કોઇ કાયદો નથી. હાલમાં તો એ પણ સ્પષ્ટ નથી કે કથિત અપરાધ સમયે છોકરી કઈ ગેમ રમી રહી હતી. આ એક ઐતિહાસિક કેસ છે. તેની તપાસ કેવી રીતે કરવી એ પણ મોટો પ્રશ્ન છે. પોલીસ વર્ચ્યુઅલ ગુનાઓ પર કેવી રીતે કાર્યવાહી કરે, કારણ કે પોલીસ વિભાગ હાલમાં વાસ્તવિક બળાત્કારના કેસોના ભારે બેકલોગ સાથે ઝઝૂમી રહ્યા છે.
જો કે, યુકેના ગૃહ સચિવ જેમ્સે વર્ચ્યુઅલ રિયાલિટી રેપ તપાસનો બચાવ કરતા કહ્યું હતું કે છોકરીને “જાતીય અને માનસિક આઘાત” લાગ્યો છે. આ બાબાત વાસ્તવિક નહીં પણ વર્ચ્યુઅલ રિયાલીટી હોવાથી તેને બરતરફ કરવી સરળ છે, પણ એ બાબત પણ સમજવાની જરૂર છે કે જે કોઇ વ્યક્તિ ડિજીટલરૂપે અન્ય કોઇ વ્યક્તિને આવો આઘાત આપી શકે તો તે એવો વ્યક્તિ હોઇ શકે છે જે વાસ્તવિક દુનિયામાં પણ ભયાનક ચીજો કરી શકે છે.