નેશનલ
Gogamedi Murder case: કરણી સેના પ્રમુખની હત્યા મામલે NIA ના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા.
નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. NIA ના અધિકારીઓએ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં 31 સ્થળો પર દરોડા પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોગામેડીની હત્યાનો કેસ તાજેતરમાં NIAને સોંપવામાં આવ્યો હતો. જયપુરમાં ગોગામેડીની હત્યાને અંજામ આપનારા બંને શૂટરોને રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની મદદથી ચંદીગઢથી પકડી પાડ્યા હતા.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગોગામેડીની હત્યાની તપાસની જવાબદારી NIAને સોંપી હતી. કરણ કે કરણી સેનાના વડાની હત્યામાં ઘણા હાઇ પ્રોફાઇલ ગેન્ગસ્ટર સામેલ છે. NIAએ શકમંદોની પૂછપરછ પણ કરી હતી. રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા દરોડા શૂટરોની પૂછપરછ પર આધારિત છે. NIA અધિકારીઓ 31 સ્થળોએ હાજર છે.