સ્પોર્ટસ

દીપ્તિની ૧૦૦મી વિકેટ પછી ભારતનો વ્હાઇટ વૉશ

ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગઈ કાલે વાનખેડેમાં વન-ડે કરીઅરની ૧૦૦મી વિકેટ લીધી હતી. તેણે ફૉબે લિચફીલ્ડની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. જોકે ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામે ૩૩૯ રનના લક્ષ્યાંક સામે ૧૪૮ રનમાં ઑલઆઉટ થઈ જતાં કાંગારૂંઓની ૧૯૦ રનથી વિક્રમી જીત થઈ હતી અને ભારતનો ૦-૩થી વ્હાઇટ વૉશ થયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button