વડોદરામાં સ્વાઇન ફ્લૂના દર્દીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરામાં એચ૧એન૧ ઈન્ફલ્યુએન્ઝાના દર્દીનું મોત થયું હતું. દર્દીને એચ૧એન૧ સહિત અનેક બીમારીઓની સારવાર ચાલતી હતી જેમાં ખાનગી હૉસ્પિટલમાંથી એસએસજીમાં દર્દીને રિફર કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની સયાજી હૉસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું હતું. દર્દી તુષાર શાહ (ઉં.વ.૫૭, રહે. હરિધામ ફ્લેટ, માંજલપુર, વડોદરા)ને ૩૧મી ડિસેમ્બરના રોજ રાત્રે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા એક ખાનગી હૉસ્પિટલમાંથી સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર હતા. તેઓને સાત દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમજ ૧૨ વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી. ત્રણ વર્ષથી કેન્સર હતું. ૧૦ મહિનાથી હ્રદય રોગની બીમારી હતી.
આ ઉપરાંત છેલ્લા નવ મહિનાથી તેઓ હાયપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેઓને બે ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.